Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

પોઇચા નીલકંઠ હોટલનાં વળાંકમાં અકસ્માતોની વણઝાર : બમ્પ કે અન્ય ગતિ અવરોધક મૂકવો જરૂરી

--નીલકંઠ હોટલનાં વળાંકમાં બંને તરફથી પુર ઝડપે આવતા વાહનો વચ્ચે વારંવાર અકસ્માત થતા હોવાથી તંત્ર એ આ માટે પગલાં લેવા જોઈએ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ઘણી જગ્યા પર રોજિંદા અકસ્માતોની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે ત્યારે આવી ગંભીર સ્થિતિમાં લાગતા વળગતા તંત્રનાં અધિકારીઓએ આવી ઘટનાનું પુનરાવર્તનનાં માટે ધ્યાન આપી જરૂરી પગલાં લેવા જોઈએ
વાત કરીએ રાજપીપળાથી વડોદરા જતા શોર્ટકટ પોઇચાની તો પોઇચા ગામ પાસે આવેલી નીલકંઠ હોટલ નો વળાંક જાણે અકસ્માત ઝોન હોય તેમ આ જગ્યા પર રોજિંદા અકસ્માત થઈ રહ્યા છે જેમાં કેટલાય લોકો ગંભીર ઘાયલ પણ થયા છે અને અમુકના જીવ પણ ગયા છે માટે આ જીવલેણ જગ્યા પર તંત્ર દ્વારા બમ્પ કે અન્ય ગતિ ધીમી કરે તેવી વ્યવસ્થા કરાઇ એ ખાસ જરૂરી છે

(8:01 pm IST)