Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

રાજપીપળા જિલ્લા જેલમાં શહીદ દિને મૌન પડાયું તથા ગાંધીજી નિર્વાણ દીનની ઉજવણી કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા.૩૦/૦૧/૨૦૨૩ ના રોજ રાજપીપળા જીલ્લા જેલ ખાતે અત્રેની જેલનું સવારે ૧૧.૦૦ કલાકે તમામ કામગીરી અટકાવી સાયરન વગાડી બે મિનીટનુ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતી આપનાર શહીદ વીરોને યાદ કરવામાં આવ્યા હતા. તેમજ આજ ૩૦ જાન્યુઆરીના રોજ મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ હોવાથી અત્રેની જેલ ખાતે નિર્વાણ દિવસની પણ ઉજવણી કરેલ હતી.

આ પ્રસંગે અધિક્ષક આર.બી.મકવાણા, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભુમિતભાઇ પરમાર, બાળ સુરક્ષા અધિકારી, ચેતનભાઇ પરમાર તથા પ્રયાસ સંસ્થા, ભરૂચના અનિલભાઇ વસાવા, આશિષભાઇ બારોટ, તથા વિઠ્ઠલભાઇ મકવાણાનાઓ હાજર રહેલ છે. તમામે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અપર્ણ કરેલ હતી. આ પ્રસંગે મહિલા જેલ સિપાઇ તથા જેલ બંદિવાન દ્રારા મહાત્મા ગાંધીજીના જીવનચરિત લોકગીતો રજુ કરેલ હતાં. તેમજ સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા તથા પ્રયાસ સંસ્થા દ્રારા બંદિવાનોને પુન:સ્થાપન માટે મળવાપાત્ર સહાયો અંગે સરકારpની યોજનાઓ વિશે માહિતગાર કરેલ હતાં

(8:03 pm IST)