Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સાગબારા તાલુકાના સેલંબા ગામની પીડિત દર્દીને તાત્કાલિક લોહી આપી રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ મદદરૂપ બન્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનાં સેલંબા ગામના  દર્દી દીપમાલાબેન વસાવા ને સારવાર ટાણે લોહીની જરૂરિયાત ઉભી થઈ હતી જેના પગલે દીપમાલાબેન ને જરીયાત મુજબનાં લોહી ચઢાવાની વ્યવસ્થા માટે રૂદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ રાજપીપલાનાં પ્રમુખ અમિતભાઈ વાસવાનો સંપર્ક કર્યો હતો,ત્યારબાદ રૂદ્ર ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ પીડિત દર્દીની મદદે આવ્યાં અને હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલી પીડિત દર્દી દીપમાલાબેન ને જરીયાત મુજબનું લોહી ચઢાવાં માટે લોહીની વ્યવસ્થા કરી આપવા અંગે સેવાભાવી પંચોલી પુર્વેશભાઈ અને શાહ સ્મિતભાઈ એ પીડિત દર્દીને તાત્કાલિક ધોરણે બે યુનિટ લોહી આપીને માનવતા દાખવી હતી આમ એક બિમાર દર્દીને જીવતદાન આપ્યું હતું. રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને તેમની ટીમ સાથે જોડાયેલા સદસ્ય અને તમામનો પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો અને રૂદ્ર ચેરીટેબલ ટ્રસ્ટની સેવાકિય માનવતાવાદી કાર્યની ભારોભાર પ્રશંસા કરી હતી.

(8:17 pm IST)