Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સાગબારા ૧૦૮ ની ટીમે સગર્ભા મહિલાની જોખમી સુવાવડ એમબ્યુલન્સમાં સફળતા પૂર્વક કરાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક સગર્ભા બેન ડિલિવરી માટે દાખલ હતા પણ સામુહિક આરોગ્ય કેન્દ્રમા તેમની ડિલિવરી શક્ય ન હતી એમ જણાતા ત્યાં ના ડૉક્ટર દ્વારા તેમને ડિલિવરી માટે ઝગડીયા સેવારૂરલ હોસ્પિટલ ખસેડવા 108 ને કોલ કર્યો હતો ત્યારબાદ કોલ સાગબારા ની 108 એમ્બ્યુલન્સ લોકેશનને મળતા 108 ના ઈ એમ ટી  વિદ્યાબેન વસાવા અને પાયલોટ નાઝીમ મલેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાગબારા હોસ્પિટલમાં પહોંચી ગયા હતા ત્યાં દર્દી તન્વીબાનું  શહીદ ખાન મલેકને  ઉંચાઈ ઓછી હોવાથી જ્યાં તેમની ડીલેવરી કરાવી જોખમકારક હોવાનું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું જેથી વધુ સારવાર અર્થે સેવા રૂરલ ઝગડીયા હોસ્પિટલ ખસેડવાનું કહ્યું માટે દર્દીને 108 એમ્બ્યુલન્સમા લઈ ઝગડીયા જવા રવાના થયાં ત્યારે રાજપારડી પાસે પોંહચતા દર્દીને ડિલિવરીનો દુખાવો અસહ્ય ઉપાડતા એમ્બ્યુલન્સમાં જ ડીલેવરી કરાવી પડશે એમ ઈ એમ ટી વિદ્યાબેન ને ખબર પડતા તેમણે એમ્બ્યુલન્સ રોડની સાઈડમાં ઊભી રખાવી એમ્બ્યુલન્સ માંજ સફળ ડીલેવરી કરાવી,જેમાં ડીલેવરી કર્યા બાદ બાળકની તપાસ કરતા બાળકના ગળામાં નાળ વીંટળાયેલી હોવાથી તેને સુરક્ષીત રીતે કાઢી અને કોર્ડ ક્લેમ કરી તથા ત્યારબાદ બાળક મેલું પાણી પી ગયું હોવાથી ઇએમટી એ બાળકના મોં માંથી વેક્યુમ દ્વારા મેલું પાણી અને મળ કાઢી બેબીને રબ કરી રિસસીટેટ કર્યું ત્યારબાદ બાળક રડવા લાગ્યો માતાને રૂટીન કેર કરી ફિઝિશિયન ની સલાહ અનુસાર માતાને બાળકને વધારે સારવાર આપી નવજાત બાળક અને તેમની માતાનો જીવ બચાવ્યો હતો ત્યારબાદ બાળકને તેમની માતાને સેવા રૂરલ ઝઘડિયા હોસ્પિટલ ખાતે સુરક્ષીત પહોંચાડી વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.દર્દીના સગાએ સાગબારા 108 ટીમનો અને ઈ એમ ટી વિદ્યાબેન અને પાઇલટ નાઝીમભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો

(8:30 pm IST)