Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

અરવલ્લી જીલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે કર્યું મતદાન : મતદારોને મતદાન કરવા કરી અપીલ

મતદાન મથકો પર કોવીડ-૧૯ ગાઈડલાઈનનો સંપૂર્ણ અમલવારી

અરવલ્લી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યોજાઈ હતી  મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં જીલ્લા સમાહર્તા અમૃતેશ ઔરંગાબાદકર તેમના પરીવાર સાથે મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને જીલ્લાના મતદાતાઓને મતદાન કરવા ખાસ અપીલ કરી હતી

મોડાસા શહેરના બહેરામૂંગા શાળામાં વહેલી સવારે જ જીલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર તેમની પત્ની સાથે પહોંચી મતદાન કરી જીલ્લાના પ્રજાજનોને મતદાન કરવા અપીલ કરી હતી અને મતદાન મથકો પર કોવીડ-૧૯ ગાઈડલાઈનનો સંપૂર્ણ અમલવારી કરવામાં આવી રહી હોવાની સાથે મતદાતાઓને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરી મતદાન કરવા જણાવ્યું હતું

અરવલ્લી જીલ્લામાં વહેલી સવારે મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યા પછી બપોરે મતદાન માટે મતદારોએ નીરસતા દાખવી હોય તેમ મતદાન કેન્દ્ર પર પાંખી હાજરી જોવા મળતા ઉમેદવારો અને તેમના સમર્થકો મતદારોનો મતદાન કરવા વિનંતિ કરતા નજરે પડ્યા હતા

(9:42 pm IST)