Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન પૂર્ણ : સરેરાશ ૬૩ ટકા જેટલું મતદાન થયું

સૌથી વધુ મતદાન ભાભર નગરપાલિકામાં ૭૪.૫૨ ટકા ,અને પાલનપુરમાં ૫૬.૪૬ ટકા ,જયારે ડીસામાં આશરે ૬૦ ટકા મતદાન

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની પાલનપુર, ડીસા, ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા થરા નગરપાલિકાની વોર્ડ નં. ૧ (બીજી, ત્રીજી) અને ધાનેરા નગરપાલિકાની વોર્ડ નં.૩ (બીજી) , કાંકરેજ તાલુકા પંચાયતની ૧૪-માંડલા તથા દાંતીવાડા તાલુકા પંચાયતની ૯- મોટીમહુડીની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ આશરે ૬૩ ટકા જેટલું મતદાન થયું હતું.

બનાસવાસીઓએ શાંત માહોલમાં સવારથી  ઉત્સા હપૂર્વક મતદાન કર્યુ હતું. સાંજે-૬.૦૦ વાગ્યા સુધી ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં જિલ્લામાં સૌથી વધુ ૭૪.૫૨ ટકા બમ્પર મતદાન થયું હતું. જયારે પાલનપુર નગરપાલિકા ચૂંટણીમાં ૫૬.૪૬ ટકા મતદાન અને ડીસા નગરપાલિકા ચૂંટણીમાં આશરે ૬૦ ટકા જેટલું મતદાન થયું હતું. થરા નગરપાલિકા પેટા ચૂંટણીમાં ૬૩.૮૯ ટકા અને ધાનેરા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ૬૨.૫૨ ટકા મતદાન થયું હતું. માંડલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ૬૯.૮૧ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જયારે મોટી મહુડી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં સાંજે-૫.૦૦ વાગ્યા સુધીમાં ૬૪.૮૮ ટકા મતદાન નોંધાયું હતું.

જિલ્લાની ત્રણ પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકા સહિત તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારથી જ ઘણા સ્થડળોએ મતદારોની લાંબી લાઇનો જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લાા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા કોવિડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે ખુબ સરસ ચૂંટણીલક્ષી વ્યરવસ્થાવઓ ગોઠવવામાં આવી હતી. કોવિડ-૧૯ની વર્તમાન પરિસ્થિતિમાં મતદાન મથકમાં પ્રવેશ પહેલાં દરેક મતદારનું ટેમ્પ્રેચર ગનથી તાપમાન ચેક કરી, હેન્ડ સેનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું. ચૂંટણીમાં રોકાયેલા તમામ કર્મચારીઓ પણ કોવિડ-૧૯ની ગાઇડ લાઇન પ્રમાણે સજ્જ થઇને ફરજમાં જોડાયા હતાં. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં લોકો આનંદ અને ઉત્સાહથી આ લોકશાહીના પર્વમાં મતદાન કરી ભાગીદાર બન્યાં હતાં.

(9:39 pm IST)