Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

અમદાવાદમાં બ્રાન્ડેડના નામે નકલી કારોબારનો પર્દાફાશ

કોરોનાએ સબક શીખવાડ્યો પણ ન સુધર્યા કાળા કારોબારી : અમદાવાદમાં ફરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી વધુ એક ગેંગ સકંજામાં : પોલીસે વેપારીઓની ધરપકડ કરી છે

અમદાવાદ, તા. ૨૮ :અમદાવાદની નારણપુરા પોલીસે મોટી માત્રામાં તેલના ડબ્બાનો જથ્થો ઝડપ્યો છે. આ તેલના ડબ્બાની કારોબારી નહી પણ ભેળસેળનો મામલો છે. બ્રાન્ડેડ કંપનીના નામે આ ભેજાબાજો નકલી અને ભેળસેળયુક્ત તેલનો કાળો કારોબાર કરતા ઝડપાયા છે. પોલીસને બ્રાન્ડેડ તેલની કંપની દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે કેટલાક વેપારીઓ તેમની કંપનીના નામે ભેળસેળયુક્ત ખાદ્યતેલનો કારોબાર કરી રહ્યાં છે.

પોલીસે આ જ બાતમીન આધારે અમદાવાદના નારણપુરા વિસ્તારના તિરુપતિ પ્રોવિઝન સ્ટોરમાં રેડ પાડી હતી અને જેમાં બ્રાન્ડેડ કંપનીના અનેક સનફ્લાવર ઓઈલના ડબ્બા પડ્યાં હતા પોલીસે તપાસ કરતાં આ ડબ્બા નકલી અને ભેળસેળયુક્ત હોવાનું સામે આવ્યું અને આ સાથે જ વેપારીની પાંચ નકલી ડબ્બા સાથે અટકાયત કરી લીધી હતી.

પોલીસે આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા તેણે કબૂલાત આપી કે આ ડબ્બા શૈલેષ મોદી નામના વ્યક્તિ પાસેથી લીધા હતાં. પોલીસે શૈલેષ મોદીને ફોન કરાવડાવી બીજા તેલના ડબ્બાઓ મંગાવ્યા હતાં. અને ફોન કર્યાના થોડા સમય પછી શૈલેષ મોદી અને પ્રવિણ વાઘ નામનો વ્યક્તિ લોડિંગ રિક્ષામાં ૧૧ ડબ્બાઓ લઈ આવતા પોલીસે બંનેને દબોચી લીધા હતા. આરોપીઓ છેલ્લા બે ત્રણ મહિનાથી આ લોકો આ પ્રકારે બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી ભેળસેળ યુકત ખાદ્ય તેલ વેચતા હતા. ખાસ કરીને આરોપીઓ ખાદ્યતેલમાં સોયાબીનના તેલની ભેળસેળ કરતા હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓની સંખ્યા આ ત્રણની ધરપકડથી ઓછી ન થઈ પણ વધુ એક નામ સામે આવ્યું હતું. ઓઢવના મહેશ પટેલના નામના વ્યક્તિનું નામ સામે આવ્યું. આ વ્યક્તિએ શ્રી ગણેશ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝની પરવાનગી લઈ શરૂ કરી હતી. પણ તે ખાદ્યતેલની આડમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી અને ભેળસેળયુક્ત તેલ તૈયાર કરતો હતો અને તેલના ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીના તેલના લોગો સાથેનું સ્ટીકર લગાવી અલગ અલગ શહેરમાં અલગ અલગ વેપારીઓને થોડા નફાની લાલચે વેચાણ કરતો હતો. આમ હાલ તો પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી આ ગેંગના સભ્યોને ઝડપી પાડી તેમના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. સાથે જ અન્ય કેટલા વેપારીઓને આ નકલી તેલના ડબ્બા વેચ્યા છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે કોપીરાઈટ અને ઠગાઈની કલમો હેઠળ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(9:58 pm IST)
  • સેન્‍સેકસમાં ૭૦૦ થી વધુ પોઇન્‍ટનો ઉછાળોઃ નીફટી ૧૪૭૦૦ની ઉપર : મુંબઇ : સપ્‍તાહના પ્રારંભે શેરબજારમાં તેજીનું વાવાઝોડુ ફુકાયુ છે. ૧૦ વાગ્‍યે સેન્‍સેકસ ૭ર૪ પોઇન્‍ટ વધીને ૪૯૮ર૪ અને નીફટી ર૧૯ પોઇન્‍ટ વધીને ૧૪૭૪૮ ઉપર ટ્રેડ કરે છે. પાવર ગ્રીડ, અલ્‍ટ્રાટેક, ઓએનજીસી ૪ ટકા જેટલા ઉછળ્‍યા. access_time 11:22 am IST

  • એસબીઆઇએ હોમ લોન વ્યાજ દરોમાં ઘટાડો કરીને 6.70 ટકા કર્યા છે. access_time 7:31 pm IST

  • અમેરિકામાં ફરી કોરોના કેસો ઘટવા લાગ્યા, છેલ્લા ૨૪ કલાકમાં ૪૯ હજાર નવા કેસ નોંધાયા: બ્રાઝિલમાં ૩૪ હજાર, ફ્રાન્સમાં ૧૯ હજાર, ઇંગ્લેન્ડ અને જર્મનીમાં ૬ હજાર ભારતમાં ૧૫૫૦૦ અને યુનાઈટેડ આરબ અમીરાતમાં થોડા ઘટીને ૨૯૦૦ નવા કેસ નોંધાયા છે: જ્યારે ઓસ્ટ્રેલિયામાં ૫, ચીનમાં ૧૯ અને હોંગકોંગમાં ૨૨ નવા કોરોના કેસ નોંધાયા access_time 12:25 pm IST