Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

નર્મદા માટે ગૌરવ : વડાપ્રધાનએ મન કી બાત કાર્યક્રમમાં કેવડીયા સરદાર પ્રતિમાના ગાઈડને આવડતી સંસ્કૃત ભાષાનો ઉલ્લેખ કર્યો

નર્મદા માટે ગૌરવ : વડાપ્રધાનએ મન કી બાત કાર્યક્રમમાં કેવડીયા સરદાર પ્રતિમાના ગાઈડને આવડતી સંસ્કૃત ભાષાનો ઉલ્લેખ કર્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના કેવડિયામાં વિશ્વની ઊંચી સરદાર પ્રતિમા અને તેની આસપાસનો વિસ્તાર ટુરિઝમ હબ તરીકે વિકાસ પામી રહ્યો છે ત્યારે પી.એમ.ના આ ડ્રિમ પ્રોજેક્ટનો ખ્યાલ રાખી કાળજી પૂર્વક તેની માવજત કરાય છે અને પી.એમ.ની સીધી દેખરેખ હેઠળ તેનો વિકાસ થાય છે.
વડાપ્રધાન મોદી કેવડિયા પ્રોજેક્ટ માટે કેટલા સંવેદન શીલ છે તે આજે પ્રસારિત થયેલ મન કી બાત કાર્યક્રમમાં જોવા મળ્યું,સરદાર પ્રતિમા અને તેની આસપાસના સફારી પાર્ક એકતા નર્સરી, આરોગ્યવન, ન્યુટ્રીશન પાર્ક વગેરે પ્રોજેક્ટ માટે પ્રવાસીઓની સુવિધા માટે જેટલા ટુરિસ્ટ ગાઈડ છે તેમને તાલીમ આપી તૈયાર કરાયા છે તે અંગે પ્રધાનમંત્રીએ એક ગૌરવની વાત જાહેર કરી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા ગાઇડને અંગ્રેજી હિન્દીની તો તાલીમ અપાય છે  પણ આપણી પ્રાચીનતમ દરેક ભાષામાં સંસ્કૃત ભાષાની પણ તાલીમ અપાય છે અને ત્યાં ૧૫ જેટલા ગાઈડ સરળતા થઈ સંસ્કૃત ભાષા બોલે છે વડાપ્રધાને આ અંગે એક વિડિઓ ક્લિપ પણ દર્શાવી ત્યારે વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે આપણી દેવભાષા સંસ્કૃતને પણ વિશ્વ પ્રસિદ્ધિમાં સ્થાન મળશે તે નર્મદા જિલ્લા માટે ગૌરવ ની વાત છે

(8:55 am IST)