Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ગુજરાત કોંગ્રેસના નેતા કૈલાસ ગઢવીને પશ્ચિમ બંગાળમાં ઓબ્ઝર્વર બનાવાયા

ગઢવીએ થોડા સમય પહેલાં કોંગ્રેસમાથી રાજીનામું આપ્યું હતું: ગઢવીને સાઉથ કલકત્તાની જવાબદારી સોંપાઈ

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નેતા કૈલાસ ગઢવીને પશ્ચિમ બંગાળમાં ઓબ્ઝર્વર બનાવાયા છે. રસપ્રદ વાત એ છે કે, ગઢવીએ થોડા સમય પહેલાં કોંગ્રેસમાથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપીને પક્ષ છોડનારા ગઢવીન કોંગ્રેસ દ્વારા બંગાળમાં સાઉથ કલકત્તાની જવાબદારી સોંપાઈ છે. કૈલાસ ગઢવીને સાઉથ કલકત્તાના ઓબ્ઝર્વર બનાવાયા હતા. થોડા સમય પહેલા ગઢવીએ ગુજરાત કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ આપ્યું ત્યારે કોંગ્રેસની નેતાગીરી સામે આક્ષેપો પણ કર્યા હતા.

ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ કૈલાશ ગઢવીએ ગત ઓક્ટોબર મહિનામાં રાજીનામું ધરી દીધું હતું. કોંગ્રેસમાં વફાદારી અને ઈમાનદારીથી કામ કરનારની અવગણના થતી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો.

 તેમણે રાજીનામામાં લખ્યું હતું કે, નમસ્કાર પ્રમુખશ્રી, આજે હું ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ(પ્રમુખ, ગુજરાત રાજ્ય) તથા પાર્ટીની અન્ય જવાબદારીઓમાંથી રાજીનામું આપી રહ્યો છું. જેવી રીતે પાર્ટીમાં વફાદારી અને ઇમાનદાર લોકોની અવગણના થઈ રહી છે, તે જોઇને દુઃખ થાય છે. પાર્ટીના ઉમેદવારના વિરોધમાં છેલ્લી બે ચૂંટણીમાં કામ કરનારી વ્યક્તિને ટિકિટ અપાય છે અને ઇમાનદારીથી પાર્ટી માટે કામ કરનાર અને તન-મન-ધનથી પાર્ટીની સેવા કરવાની અવગણના થાય છે, તે ખૂબ જ દુઃખદ છે. હું પાર્ટીની તમામ જવાદારીઓમાંથી રાજીનામું આપું છું. કૈલાસદાન ગઢવીના જય હિંદ.

(10:34 am IST)