Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

કાલે વર્ચ્યુઅલ માધ્યમથી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં દ્વિતીય મેરીટાઇમ ઇન્ડિયા સમિટ-૨૦૨૧નો ઉદ્ઘાટન સમારોહ

ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વર્ચ્યુઅલ માધ્યમથી સમિટમાં જોડાશે

રાજકોટ તા. ૧ :. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં કાલે તા. ૨ માર્ચ ૨૦૨૧ના રોજ  દ્વિતીય મેરીટાઇમ ઇન્ડિયા સમિટ-૨૦૨૧નો વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન સમારોહ યોજાશે. જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી  ભારતમાં બંદરોના વિકાસ માટે માર્ગદર્શન આપશે.

ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આ સમિટના ઉદ્ઘાટન સત્રમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે.

 આ સમિટમાં કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા,ગુજરાત સહિત તટવર્તીય રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ તેમજ દરિયાઇ બાબતો , જળ માર્ગ, દરિયાઈ વેપાર, જહાજ અને બંદરો સાથે જોડાયેલી સંસ્થાઓના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહેશે.

(3:05 pm IST)