Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

અંદાજપત્ર સત્ર ૨૦૨૧-૨૨માં ભાગ લેતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

વિધાનસભા સત્રના પ્રથમ દિવસે રાજયપાલે રાજય સરકારની વિકાસ લક્ષી કામગીરી રજુ કરી

રાજકોટ, તા. ૧ : અંદાજપત્ર સત્રના પ્રથમ દિવસે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારની વિકાસલક્ષી કામગીરી રજૂ કરી હતી.

વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે પ્રથમ દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી સત્ર-૨૦૨૧-૨૨માં ભાગ લીધો હતો.

આ બજેટ સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિત મંત્રીમંડળના અને વિધાનસભા ગૃહના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:06 pm IST)