Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સુવર્ણચંદ્રક મેળવતા બાબરાના શુભમ જસાણી

MSCIT પ્રથમ વર્ષમાં પ્રથમ ક્રમે ઉતીર્ણ : લોહાણા સમાજનું ગૌરવ

રાજકોટ, તા. ૨૭ : તાજેતરમાં સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો જેમાં અભ્યાસમાં શ્રેષ્ઠતા પુરવાર કરનાર તેજસ્વી છાત્રોને સુવર્ણ ચંદ્રકથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

સપ્ટે.૨૦૨૦માં લેવાયેલ એમએસસીઆઈટીની પરીક્ષામાં સૌથી વધુ ગુણ જસાણી શુભમને મળ્યા હતા. રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવેલ.

બાબરાના વતની હાલ સુરત ઠાકર મુકુંદભાઈ જસાણીના પૌત્ર અને કાળુભાઈ જસાણીના સુપુત્ર શુભમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમએસસી આઈટીમાં પ્રથમ વર્ષમાં પ્રથમ ક્રમાંકે ઉતીર્ણ થતા ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સુવર્ણ ચંદ્રક એનાયત થયો છે. શુભમ જસાણીએ લોહાણા સમાજનું ગૌરવ વધારેલ છે.

(4:45 pm IST)