Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં યુવાનનો ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને ફોન કરી ઓટીપી મેળવી 1.20 લાખ ઉપાડી લઇ છેતરપિંડી આચરનાર બે ભેજાબાજ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં ઝઘડીયા ચોકડી નજીક ગોપાલ ભવન એપાર્ટમેન્ટમાં રહેતા સુજીતકુમારસીંગ સચિતાનંદસીંગ (ઉ.વ. 43) ઉપર ગત તા. 03 જાન્યુઆરીએ અજાણ્યા મોબાઇલ નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે વિકાસ શર્મા તરીકે ઓળખ આપી ક્રેડિટ કાર્ડ બંધ કરવાના નામે વાતચીત કરી વિશ્વાસ કેળવ્યો હતો.

ત્યાર બાદ અમીત શર્મા નામની વ્યક્તિએ કોલ કરી ચાલાકી પૂર્વક સુજીતના મોબાઇલ પર OTP મોકલાવી તે મેળવી લઇ રૂા. 1.20 લાખની મત્તા ઉપાડી લીધી હતી. બેંક દ્વારા સુજીતના મોબાઇલ પર ઉપરોકત ટ્રાન્જેક્શનનો મેસેજ આવતા ચોંકી ગયો હતો અને તુરંત જ કાર્ડ બંધ કરાવી દીધા બાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

(5:26 pm IST)