Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

સરદારનગર પાસે પીધેલા પોલીસકર્મીએ યુવકને લમધાર્યો : ધારાસભ્યે પોલીસને જાહેરમાં ગાળો ભાંડી : લોકોનો હોબાળો

માસ્ક ચેકીંગ વેળાએ પોલીસે યુવકને માર મારતા ધારાસભ્ય બલરામ થવાણીએ પોલીસ સામે આક્ષેપ કરી કમિશનરને રજૂઆત કરી

અમદાવાદ : શહેરના સરદારનગર કોતરપુર પાસે સોમવારે સવારે પોલીસે માસ્કનાં ચેકીંગ દરમિયાન એક યુવકને માર માર્યો હતો. જોકે તેને બચાવવા વચ્ચે પડેલા લોકોને પણ ગાળો દઈ માર મારતાં લોકો ઉશ્કેરાયા હતા. મોટી સંખ્યામાં ટોળું ભેગું થઈ જતાં વધુ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ઘટના સ્થળે નરોડા ધારાસભ્ય બલરામ થવાની આવી પહોંચ્યા અને તેમને પોલીસ સામે આક્ષેપ કરી પોલીસ કમિશનરને રજૂઆત કરવાની વાત કરી હતી. જોકે તેઓ પોલીસને ગાળો બોલતા હોવાનો વીડિયોમાં સંભળાતા ફરી વિવાદમાં આવ્યા હતા. ભાજપનાં ધારાસભ્ય થઈ જાહેરમાં પોલીસને ગાળો ભાંડતા પોલીસ અને લોકોમાં રોષ ફેલાયો હતો.

  કોતરપુર પાસેથી સોમવારે સવારે વાહન પર પસાર થતા યુવકને માસ્ક બાબતે પોલીસે રોકી માથાકૂટ કરી હતી. જોકે આ દરમિયાન પોલીસ ઉશ્કેરાઈ અને યુવકની સાથે ઝપાઝપી કરી હતી. રસ્તે જતા લોકો આ જોઈ ઉશ્કેરાયા અને પોલીસને ટાર્ગેટ બનાવ્યા હતા. પોલીસ જીપમાં બે પોલીસ કર્મીઓ પુરાઈ ગયા અને ભાગી ગયા હતા. લોકોએ વધુ હોબાળો કરતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. આ અંગે એરપોર્ટ પીઆઈએ જણાવ્યું હતું કે, જેની સાથે મારમારી થઈ હતી તેની ફરિયાદ લેવાઈ રહી છે. જોકે પોલીસ કર્મી દારૂ પીધેલા હતા કે કેમ તે અંગે મેડિકલ તપાસ કરાવીશું.

આ પીધેલા પોલીસ વાળા છે. ત્યારે ધારાસભ્ય બલરામ બોલ્યા કે, ચાર બીજા પીધેલા હતા. સમજ્યા * દારૂ પીધેલા છે અને ડ્યુટી કરો છો. ફોટો કાઢો… અન્ય વ્યક્તિ બોલ્યો બલરામ ભાઈ દારૂ પીધેલા હતા

પોલીસ કર્મીઓ પીધેલા હતા ધારાસભ્ય અને અન્ય લોકોની ફરિયાદ ધ્યાને લઇ તેમના સામે ફરિયાદ થઈ તો બીજેપીના ધારાસભ્ય બલરામ પાણી પણ પોલીસને ગાળો ભાંડતા વિડીયોમાંથી ગયા હતા તો તેમની સામે ફરિયાદ થશે તેવી પોલીસબેડામાં ચર્ચા ઉઠવા પામી છે જોકે આ અંગે પણ સિનિયર અધિકારી બોલવા તૈયાર નથી.

સરદારનગર નાં પીએસઆઇ સવારે-સાંજે એરપોટ આસપાસના વિસ્તારમાં પેટ્રોલ અને વાહન ચેકિંગ હોય છે ત્યારે એરપોર્ટ પરથી જતા પેસેન્જરોનાં વાહન ચેકિંગ કરી કાયદેસરની બે દારૂની બોટલ હોય તો પણ પડાવી લેવામાં આવે છે તો દારૂ પેસેન્જર ન આપે તો તેના વિરોધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવાની ધમકી આપવામાં આવે છે

(6:28 pm IST)
  • તામિલનાડુમાં ચૂંટણીના માહોલ વચ્ચે કોરોનાનો કહેર વધતા 31મી માર્ચ સુધી લોકડાઉન વધારાયુ : સરકારી, પ્રાઇવેટ સંસ્થાનો, ઉદ્યોગગૃહ સહીત એકમોમાં ઓછામાં ઓછા કર્મચારીઓને બોલવવા નિર્દેશ :કંટેઇન્મેન્ટ ઝોનમાં સતર્કતા રાખવા સાથે વૃધ્ધો , બાળકો અને ગર્ભવતી મહિલાઓને ખાસ સાવચેતી રાખવા અપીલ access_time 11:27 pm IST

  • મમતા બેનરજીનો ધ્રુજારો : લાલુપ્રસાદ યાદવના આરજેડી પક્ષના તેજસ્વી યાદવને સાથેની બેઠક પછી પશ્ચિમ બંગાળના તેજતર્રાર મુખ્યમંત્રી મમતા બેનરજીએ સ્પષ્ટ કહ્યું હતું કે ચૂંટણી પંચનો કંટ્રોલ ભાજપ કરે તેવું અમને માન્ય નથી. access_time 7:41 pm IST

  • મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાડવા ઈચ્છતો નથી પરંતુ લોકો માસ્ક નહિ પહેરે તો મજબૂરીથી લાદવું પડશે : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ચેતવણી : લોકો જો કોવીડના નિયમોનું પાલન નહીં કરે અને માસ્ક નહિ પહેરે તો લોકડાઉન લગાડવું પડશે access_time 11:31 pm IST