Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

નર્મદામાં પંચાયતોની ચૂંટણીમાં સૌથી વધુ ૭૯.૦૨ ટકા મતદાન સાથે સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો પ્રથમ સ્થાને

રાજપીપલા નગરપાલિકાની ચૂંટણીમાં ૬૬.૭૮ ટકા મતદાન સાથે સમગ્ર રાજ્યમાં ચોથા ક્રમે : જિલ્લા-તાલુકા પંચાયતમાં ઐતિહાસિક ૭૯.૦૨ ટકાની મતદાનની ટકાવારીની યશસ્વી સિધ્ધિ : રાજ્યમાં ટકાવારીની ટોચ પર નર્મદા જિલ્લો : નર્મદા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો માટે ૧,૬૮,૯૧૩ પુરૂષ અને ૧,૫૮,૯૫૩ મહિલા સહિત કુલ-૩,૨૭,૮૬૬ નું નોંધાયેલું મતદાન : ૭૯.૦૨ ની નોંધાયેલી ટકાવારી : રાજપીપલા નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ૧૦,૦૧૩ પુરૂષ અને ૯,૬૨૯ મહિલા સહિત કુલ-૧૯,૬૪૨ નું નોંધાયેલું મતદાન :૬૬.૭૮ ની નોંધાયેલી ટકાવારી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં તા.૨૮ મીના રોજ યોજાયેલી નર્મદા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓના યોજાયેલા મતદાનમાં સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ૭૯.૦૨ ટકાના વિક્રમી મતદાન સાથે નર્મદા જિલ્લોમ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને મોખરે રહ્યોં છે. જ્યારે નગરપાલિકાની ચૂંટણીમાં રાજપીપલા નગરપાલિકા ૬૬.૭૮ ટકા મતદાનની ટકાવારી સાથે સમગ્ર રાજ્યમાં ચોથા ક્રમે રહ્યોં હોવાના અહેવાલ જિલ્લાપ ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયા છે.આમ,જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લાકલેક્ટર ડી.એ. શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ સ્વીપ એકટીવીટી હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા  જિલ્લામાં મતદાર-મતદાન જાગૃત્તિ માટે કરાયેલા સઘન પ્રયાસો તેમજ જિલ્લાના મતદાતાઓની વિશેષ જાગૃત્તિના ફલસ્વરૂપે  હિમાલયસે ઉંચી મતદાનની ટકાવારીમાં નર્મદા જિલ્લાએ યશસ્વી સિધ્ધિ હાંસલ કરેલ છે.
નર્મદા જિલ્લાત પંચાયતની ૨૨ બેઠકો માટે ૭૯ ઉમેદવારો વચ્ચે યોજાયેલી આ ચૂંટણી સ્પર્ધામાં થયેલા મતદાનમાં ૧,૬૮,૯૧૩ પુરૂષ અને ૧,૫૮,૯૫૩ મહિલા મતદારો સહિત કુલ- ૩,૨૭,૮૬૬ મતદારોએ મતદાન કરતા પુરૂષ મતદાનની ૮૦.૧૬૬ ટકા અને મહિલા મતદાનની ૭૭.૮૩૯ ની ટકાવારી સાથે જિલ્લાથ પંચાયતની ચૂંટણીમાં કુલ- ૭૯.૦૨ ટકાનું મતદાન નોંધાયુ હતું. જિલ્લા૯ પંચાયતની ૨૨ બેઠકોની ચૂંટણીમાં નોંધાયેલા મતદાનમાં સૌથી વધુ મતદાન મોહબુડી-૨ (તા.દેડિયાપાડા) માં ૯૭.૮૫ ટકા જ્યારે સૌથી ઓછુ લીમડી-૨ (તા.ગરૂડેશ્વર) ઉપર ૩૨.૪૪ ટકા મતદાન નોંધાયુ હતું.
તેવી જ રીતે નાંદોદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૩૪,૩૭૩ પુરૂષ અને ૩૧,૭૫૭ મહિલા સહિત કુલ- ૬૬,૧૩૦ નું મતદાન, તિલકવાડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૨૦, ૦૪૫ પુરૂષ અને ૧૮,૦૦૩ મહિલા સહિત કુલ-૩૮,૦૪૮ નું મતદાન, ગરૂડેશ્વર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૨૬,૮૫૬ પુરૂષ અને ૨૪,૦૫૩ મહિલા સહિત કુલ- ૫૦,૯૦૯ નું મતદાન, દેડીયાપાડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૫૩,૮૫૬ પુરૂષ અને ૫૧,૦૨૭ મહિલા સહિત કુલ- ૧,૦૪,૮૮૩ નું મતદાન અને સાગબારા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૩૩,૭૮૩ પુરૂષ અને ૩૪,૧૧૩ મહિલા સહિત કુલ- ૬૭,૮૯૬ નું મતદાન નોંધાયું હતું.

જિલ્લા ની પાંચેય તાલુકા પંચાયતમાં થયેલા મતદાનની તાલુકાવાર ટકાવારી જોઇએ તો નાંદોદ તાલુકામાં પુરૂષ- ૭૯.૬૪ ટકા અને મહિલા- ૭૬.૫૩ ટકા મળી કુલ- ૭૮.૧૨ ટકા, તિલકવાડા તાલુકામાં પુરૂષ- ૭૭.૭૭ ટકા અને મહિલા-૭૪.૫૧ ટકા મળી કુલ- ૭૬.૧૯ ટકા, ગરૂડેશ્વર તાલુકામાં પુરૂષ- ૭૭.૩૬ ટકા અને મહિલા- ૭૫.૨૪ ટકા મળી કુલ- ૭૬.૩૫ ટકા, દેડીયાપાડા તાલુકામાં પુરૂષ- ૮૧.૮૩ ટકા અને મહિલા- ૮૦.૦૨ ટકા મળી કુલ- ૮૦.૯૪ ટકા, સાગબારા તાલુકામાં પુરૂષ- ૮૧.૯૨ ટકા અને મહિલા- ૭૯.૬૮ ટકા મળી કુલ- ૮૦.૭૮ ટકા મતદાનની ટકાવારી નોંધાઇ હતી.
તેમજ રાજપીપલા નગરપાલિકાની કુલ- ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે યોજાયેલા મતદાનમાં ૧૦,૦૧૩ પુરૂષ અને ૯,૬૨૯ મહિલા સહિત કુલ- ૧૯,૬૪૨ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા નગરપાલિકાની ચૂંટણી માટે પુરૂષની ૬૯.૩૭ ટકા અને મહિલાની ૬૪.૨૮ ટકા મતદાનની ટકાવારી સાથે રાજપીપલા નગરપાલિકાની કુલ મતદાનની ટકાવારી ૬૬.૭૮ નોંધાઇ છે. રાજપીપલા નગરપાલિકાની  ચૂંટણીમાં નોંધાયેલા મતદાનમાં સૌથી વધુ વોર્ડ નં- ૧ (મ્યુનિસિપલ શાળા) માં - ૮૭.૬૩ ટકા અને વોર્ડ નં- ૭ (પંચવટી સોસાયટી) માં સૌથી ઓછુ ૪૪.૩૦ ટકા મતદાન નોંધાયું હતું.
તેવીજ રીતે જિલ્લાના પાંચેય તાલુકા પંચાયતની ચૂંટણીમાં નોંધાયેલા સૌથી વધુ અને સૌથી ઓછા મતદાનની ટકાવારીની વિગતો જોઇએ તો, નાંદોદ તાલુકા પંચાયતમાં સૌથી વધુ મૌજી ખાતે ૯૫.૩૮ ટકા અને સૌથી ઓછુ વડીયા કોલોની-૧ ખાતે ૪૬.૦૬ ટકા, ગરૂડેશ્વર તાલુકા પંચાયતમાં સૌથી વધુ ઉમરવા (જોષી-૧) ખાતે ૯૨.૧૮ ટકા અને સૌથી ઓછુ લીમડી-૨ ખાતે ૩૨.૪૪ ટકા, તિલકવાડા તાલુકા પંચાયતમાં સૌથી વધુ શાહપુરા ખાતે ૯૫.૧૫ ટકા અને સૌથી ઓછુ વજીરીયા-૧ ખાતે ૫૫.૭૪ ટકા, દેડિયાપાડા તાલુકા પંચાયતમાં સૌથી વધુ મોહબુડી- ૨ ખાતે ૯૭.૮૫ ટકા અને સૌથી ઓછુ ખાપરબુદ્દ ખાતે ૫૭.૪૧ ટકા તેમજ સાબારા તાલુકા પંચાયતમાં સૌથી વધુ ભોગવડ ખાતે ૯૨.૬૯ ટકા અને સૌથી ઓછુ સેલંબા-૩ ખાતે૫૭.૬૧ ટકા મતદાન નોંધાયું હતુ.

(11:27 pm IST)