Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રાજપીપળાની સરકારી હાઇસ્કૂલમાં ફાયર-સેફટી સર્ટિ મળતા શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્ય મથકની સરકારી માધ્યમિક હાઇસ્કૂલ  ખાતે ફાયર-સેફટીની સુવિધાના અભાવે નગરપાલિકા દ્વારા અમુક શાળાને શિલ મરાયું હતું જેમાં આ શાળાને પણ શીલ માર્યા બાદ શિક્ષણીક કાર્ય બંધ થતા આ માધ્યમિક શાળામાં ફાયર-સેફ્ટીની જરૂરી સુવિધા માટેના ઉપકરણો ઝડપથી ઉપલબ્ધ થાય અને આ શાળાનું શિક્ષણકાર્ય ટૂંકા સમયગાળામાં પુન: શરૂ થાય તે માટે નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ ધ્વારા રાજ્યના શિક્ષણ વિભાગમાં વિસ્તૃત દરખાસ્ત કરવામાં આવી હતી જેમાં રાજ્યના સમગ્ર શિક્ષાના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરફથી ઉક્ત રૂા.૯.૧૦ લાખથી પણ વધુની રકમની દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે.ત્યારબાદ હાલમાં આ સરકારી હાઇસ્કૂલ ને ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મળી જતા સ્કૂલમાં શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ થઈ જતાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ માં ખુશી વ્યાપી છે.

(11:05 pm IST)