Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાજપીપળા રેડ ઝોન વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય: પાલિકા કર્મચારીઓની હડતાળથી પાણી માટે વલખાં

રેડ ઝોનમાં રહેલા લોકોની હાલત કફોડી બની: પાલિકા યોગ્ય નિરાકરણ લાવે તેવી લોકમાંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે રાજપીપળામાં કેટલાક વિસ્તારોમાં કોરોના ના પોઝિટિવ કેસો મળી આવતાં કેટલાક વિસ્તારો તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યા છે પરંતુ આ વિસ્તારોમાં કોરોના કહેર હોવાથી સાફ-સફાઈ અને પ્રાથમિક જરૂરિયાત ની વસ્તુઓ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે ત્યારે આ વિસ્તારોમાં ગંદકી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જે અત્યંત દુઃખદ ગણી શકાય.
               અહીં રહેતા રહીશો જણાવે છે કે તંત્ર દ્વારા કસબાવાડ,ખત્રીવાડ, કાછીયાવાડ સહિતના વિસ્તારો રેડ ઝોન જાહેર કરી આ વિસ્તારોને સદંતર સીલ કરાયા છે પરંતુ આ વિસ્તારોમાં સ્વચ્છતા બાબતે પાલિકા દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી અહીંયા ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે જેનાથી લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે ઉપરાંત ગુરુવાર થી પાલિકાના હંગામી કર્મચારીઓની હડતાળના પગલે સમગ્ર રાજપીપળા માં પાણીની પોકાર પણ ઉઠી છે જેથી ખાસ કરીને રેડ ઝોનમાં રહેલા લોકોની હાલત કફોડી બની છે માટે આ બાબતે પાલિકા યોગ્ય નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠી છે.

(9:43 pm IST)