Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

વડોદરા: આવાસો ઝડપથી ફાળવવાની માંગ સાથે સંજયનગરના વિસ્થાપિતોની ગાંધીનગર તરફ કૂચ

પગપાળા નીકળેલા100થી વધારે આંદોલનકારીઓની અટકાયત

વડોદરા : શહેરના સંજયનગરના વિસ્થાપિતો દ્વારા આંદોલનને વધારે ઉગ્ર બનાવાયુ છે,સંજયનગરના વિસ્થાપોતિ આંદોલન કરવા માટે પગપાળા ગાંધીનગર જવા નીકળ્યા હતા. જો કે પોલીસે પગપાળા નીકળેલા100થી વધારે આંદોલનકારીઓની અટકાયત કરી હતી.

 

 છેલ્લા 3 વર્ષ કરતા વધારે સમયથી આવાસો નહી ફાળવવામાં આવતા 7થી 8 મહિનાનું ભાડુ ચુકવવામાં આવ્યા નથી. સંજયનગર વિસ્થાપિતો છેલ્લા ડોઢ મહિનાથી આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. તેઓ તંત્ર સામે હવે લડવાના મુડમાં છે. તેઓ આંદોલન માટે જ્યારે નિકળ્યાં ત્યારે પોલીસે તમામને અટકાવીને આંદોલનના અગ્રણી સીમાબેન રાઠોડ અને પ્રભુભાઇ સોલંકી સહિતનાં 100થી વધારે આંદોલનકર્તાઓની અટકાયત કરી હતી.

 આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી હોવાની ઘટના અંગે માહિતી મળતા કોંગ્રેસ અગ્રણીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. તંત્ર પોતાના ભ્રષ્ટાચાર છુપાવવા આંદોલનને અટકાવી રહ્યાનાં આક્ષેપો કરી રહ્યા હતા. ગુજરાત સરકાર પણ ગરીબોની સાથે અન્યાય કરી રહી હોવાનાં આરોપો લગાવ્યા હતા.

(12:30 am IST)