Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

નર્મદા :કલીમકવાણા ગામની સીમમા બહેન વિરુદ્ધ ખરાબ શબ્દો બોલનાર વ્યક્તિની ભાઈ એ હત્યા કરતા ચકચાર

પોતાની બહેન વિરુદ્ધ ખરાબ વાતો કરતા શખ્સને લોખંડનો જેક માથા મારી મોતને ઘાટ ઉતાર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીકના કલીમકવાણા ગામની સીમ માં એક મજૂર બીજા મજૂર ની બહેન બાબતે ખરાબ શબ્દો બોલતા ભાઈ એ તેની હત્યા કરતાં રાજપીપળા પોલીસે હત્યા નો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
  હત્યા બાબતે ફરિયાદ આપનાર ઉમંગસિંહ છત્રસિંહ ગોહીલ રહે,ગોપાલપુરા ઠાકોર ફળિયું તા. નાદોદ .જી.નર્મદા એ આપેલી ફરિયાદ મુજબ મરનાર નિલેશભાઈ ઉર્ફે દિવેલ શાંતીલાલ તડવી તથા કિશનભાઈ કમલેશભાઈ જોષી ( સલાટ )ફરીયાદીના કલીમકવાણા ગામના ફાર્મ હાઉસ ઉપર રહેતા હોય, મરનાર દ્વારા આરોપીની બહેન વિશે ખરાબ ખરાબ વાતો કરતો હોવાથી મરનાર નિલેશ સાથે આરોપી કિશન વચ્ચે ગઈકાલે ઝગડો થયેલો જેની રીસ રાખી આરોપીએ રાતના દશેક વાગ્યાના અરસામાં જનરેટના લોખંડના જેકથી મરનારને માંથામાં માર મારી જીવલેણ ઈજા કરતા તેનું મોત નીપજ્યું હતું.
રાજપીપળા પોલીસે હત્યા કરનાર કિશન કમલેશભાઇ જોષી ( સલાટ ) વિરુદ્ધ હત્યા નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.તપાસ ટાઉન પીઆઇ આર.એન.રાઠવા કરી રહયા છે.

(11:08 am IST)