Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

કોરોનાના કાળમાં પણ સરકારનું વર્તન અતિ દર્દનીય : હાર્દિક પટેલ

હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીના સરકાર પર પ્રહાર : ભૂતિયા જોબકાર્ડ ધારકોના પેમેન્ટ થયા : બનાસકાંઠા જિલ્લાનું ૫૦ કરોડનું કૌભાંડ હોવાનો આક્ષેપ કરાયો

આણંદ, તા. : બનાસકાંઠા જિલ્લાના બાલિન્દ્રા ગામમાં મનરેગાના૧૦ કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે સરકાર પર મોટો આક્ષેપ કર્યો છે. મનરેગામાં કામ ના કર્યું હોય એવા લોકોના બેંકમાં ખાતા ખુલી ગયા, એટીએમ કાર્ડ ખુલી ગયા અને જોબકાર્ડ બની ગયા. ટીડીઓની સહીથી ભૂતિયા જોબકાર્ડ ધારકોના પેમેન્ટ થયા બનાસકાંઠા જિલ્લાનું ૫૦ કરોડનું કૌભાંડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મામલામા કૉંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના કાળમાં ઘણા લોકો બેકાર બન્યા છે. જેમાંથી ગુજરાત પણ બાકાત નથી. લગભગ ૩૫૦ ગામમાં મનરેગાનું ખૂબ મોટું કૌભાંડ ચાલે છે. ગુજરાતના બાલુન્દ્રા ગામે ખૂબ મોટું કૌભાંડ થયું છે.

             ૮થી ૧૦ કરોડનું કૌભાંડ ગામમાં આચરવામાં આવ્યું છે.જોબ કાર્ડ પણ વેબસાઈટ પરથી ડીલીટ કરી દેવામાં આવ્યા છે. એક રાજ્યવ્યાપી કૌભાંડ છે. કૌભાંડ કરનાર તમામ લોકો ની ધરપકડ થવી જોઈએ..આખા બનાસકાંઠા જિલ્લા માં કૌભાંડ ચાલે છે.હોવાનો આક્ષેપ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કર્યો હતો. અંગે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. મેવાણીતો અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સરકારની જવાબદારી છે. ગરીબ પરિવારને મદદ મળે પરંતુ ગુજરાતમાં મનરેગાનું ખૂબ મોટું કૌભાંડ થયું છે. ગરીબ લોકોના ખોટા એકાઉન્ટ બનાવમાં આવે છે. રાજ્યના દરેક ગામડામાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. ૫થી ૧૦ કરોડ નું કૌભાંડ થયું છે.

(8:03 pm IST)