Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાજપીપળા કોવીડ હોસ્પીટલમા મૃતદેહ સાથે એક મહીલા દર્દીને ૪ કલાક સુધી રૂમમાં બંધ રાખવાનો કિસ્સો ખુલ્યો

મહીલાના પતિ દ્રારા આ બાબતે ફરિયાદ કર્યા બાદ હોસ્પીટલના બહેરા કાને વાત સંભળાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાની આયુર્વેદિક હોસ્પીટલમા કાર્યરત કોવીડ હોસ્પીટલમા દાખલ દર્દીઓની ફરિયાદો સાંભળનાર કોઈ નથી,વારંવારની રજુઆતો બાદ પણ વહીવટી સ્ટાફ કોઈ જ ધ્યાન આપતું નથી તેવી ફરિયાદો સાંભળવા મળી રહી છે ત્યારે હજુ પણ અહીં દાખલ દર્દીઓ ફફડી રહ્યા હોય તેવા નવા નવા કિસ્સા પ્રકાશ માં આવે છે.

 

  શુક્રવારે દાખલ થયેલાં એક મહીલા દર્દી ના રુમ મા ઓક્સિજન ઉપર રહેલાં એક વૃદ્ધા આખી રાત કણસીને મૃત્યુ પામ્યાં હતા. આખી રાત કણસી રહેલાં માજી ના શ્વાસ બંધ થતાં જ પરિસ્થિતિ પામી ગયેલી અન્ય મહીલા દર્દીએ પોતાને અન્ય રુમ મા શિફ્ટ કરવા માટે સ્ટાફ નર્સ ને રીતસરની કાકલુદી કરી હતી, ત્યારે તેમ કરવાને બદલે રુમને બહાર થી લોક કરી દેવામા આવ્યુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારબાદ દરવાજો ખોલવાનો પ્રયાસ કરાતાં દરવાજો બહારથી બંધ જણાયો હતો અને બુમો પાડવા છતાં કોઈ ત્યાં ભારવા આવ્યું ન હતું.
  જોકે હેબતાઈ ગયેલા આ મહિલાએ મોબાઈલ ફોન દ્વારા પોતાના પતિને આ બાબતની જાણ કરી પોતાને બહાર કાઢવા બાબતે જાણ કરતાં વહેલી સવારે હોસ્પીટલ ઉપર દોડી આવેલાં મહીલાના પતિ દ્રારા આ બાબતે ફરિયાદ કર્યા બાદ હોસ્પીટલના બહેરા કાને વાત સંભળાઈ હતી સામાન્ય લક્ષણો સાથે દાખલ મહીલા દર્દી ને એક મૃતદેહ સાથે એક રુમ મા પુરી રાખવામા આવતાં,મહીલાને ગભરામણ થતા તેમની તબિયત બગડી હોવાનું જાણવા મળ્યું હતું.
  આખરે ચાર પાંચ કલાક વીત્યા બાદ અને ડોકટરને આ બાબતની ફરિયાદ બાદ મહીલા દર્દીને સવારે 9 કલાકે અન્ય રુમ મા શિફ્ટ કરવાની જહેમત ફરજ ઉપર ના સ્ટાફ દ્રારા ઉઠાવવામાં આવી હતી, આ બાબત ની જાણકારી મેળવવા માટે ફોન દ્વારા ડો.મેણાત નો વારંવાર સંપર્ક કરવા છતાં ફોન ઉપાડ્યો ન હતો.ત્યારે એક બાદ એક રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં આવી લાપરવાહી ક્યાં સુધી ચાલશે..? કેમ ઉપર બેઠેલા ઉચ્ચ અધિકારીઓ આ બાબતે કડક પગલાં લેતા નથી..?
આમ સરકારી રેઢિયાળ પણા નો વધુ એક કીસ્સો પ્રકાશ મા આવ્યો હતો, આ સિવાય પણ દર્દીઓ ને સંખ્યાબંધ ફરીયાદો છે સારવાર ના નામે માત્ર બે ટાઈમ જમવાનું અને ગોળીઓ જ પહોંચાડવા મા આવે છે અને કોઈ અન્ય પરિક્ષણો કે સારવાર કરવામા આવતી નથી માટે આર્થિક સગવડો ધરાવતાં દર્દીઓ વડોદરા,અમદાવાદ કે સુરત જેવા શહેરો તરફ વધુ સારી સારવાર મેળવવા માટે ના છુટકે જતાં રહે છે અને નબળી પરિસ્થિતિ ધરાવતા દર્દીઓ સરકારી હોસ્પીટલ ના બિછાને કણસી ને મૃત્યુ પામતાં હોય છે.તેવા સંજોગો માં ઉપર લેવલ થી યોગ્ય તપાસ થાય અને જવાબદારો સામે પગલાં લેવાઈ એ જરૂરી છે.

(8:38 pm IST)