Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

મહિલા સશક્તિકરણ અંર્તગત રાજપીપળા ખાતે મહિલા સુરક્ષા દિવસ ની ઉજવણી કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી મહિલા સશક્તિકરણ પખવાડિયાની 1 ઓગસ્ટ થી 14ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવે છે જેમાં મહિલાઓ ને લગતા વિવિધ મુદ્દા ઓ વિશે માર્ગદર્શન અને જાણકારી પુરી પાડવામાં આવે છે.
                આજના પ્રથમ દિવસે મહિલા સુરક્ષા ની ઉજવણી રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે આયોજિત કરવામાં આવી હતી જેમાં સોશ્યિલ ડિસ્ટન્સ ને ધ્યાન મા રાખી મહિલા પોલીસ,GRD,અભયમ181 મહિલા હેલ્પલાઇન, પોલીસ સ્ટેશન બેઇઝ support centre, ઓ. એસ. સી ના કર્મચારીઓઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ માં મહિલાઓ ને સુરક્ષા પ્રત્યે રાખવાની સાવધાની,સતર્કતા વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.181મહિલા હેલ્પ લાઇન,PBSC,OSC દ્વારા જાણકારી આપતા પેમ્પ્લેટો નું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સરકાર ના મહિલા લાગતા વિવિધ પ્રોજેક્ટ ની કામગીરી થી સૌને અવગત કરવામાં આવ્યા હતા.

(8:52 pm IST)