Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

અમિત ચાવડાએ રાજીનામું આપ્યું છતાં પણ હોદ્દા છોડતા નથી મીડિયામાં રહેવા કૉંગેસ આપે છે નિવેદન : નીતિનભાઈ પટેલ

અમદાવાદ પાસપોર્ટ ઓફિસ પાસે કોંગ્રેસનો ધારણાનો કાર્યક્રમ યોજાયો

અમદાવાદ :  ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના શપથ પછી 5 વર્ષ પૂર્ણ થયા છે. જેને લઈ સરકાર દ્વારા 1થી 9 ઓગસ્ટ સુધી સરકારની સફળતાના વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. તો તેની સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પણ સરકારની નિષ્ફળતા દેખાડવાના કાર્યક્રમ કરાયો છે. સરકારના 5 વર્ષની ઉજવણી સામે કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ થયો હતો. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં સરકારી જ્ઞાનશક્તિ કાર્યક્રમ સામે કોંગ્રેસનો શિક્ષણ બચાવો કાર્યક્રમ થયો હતો.અમદાવાદ પાસપોર્ટ ઓફિસ પાસે કોંગ્રેસનો ધારણાનો કાર્યક્રમ થયો હતો.

અમદાવાદમાં અમિત ચાવડાના નિવેદન પર નીતિનભાઈ  પટેલની પ્રતિક્રિયા આપતા કહ્યું, અમિત ચાવડા રાજીનામું આપ્યું હોવા છતાં હોદ્દા છોડતા નથી. સરકારની સફળ રાજનીતિમાં લોકો સાથે છે. મીડિયામાં રહેવા માટે કોંગ્રેસ આવા નિવેદનો કરે છે. પરિવારવાદમાં કોંગ્રેસ નવા પ્રમુખની નિમણૂંક પણ કરી શકતી નથી.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ  રૂપાણીએ 5 વર્ષ પૂર્ણ કર્યા છે. 7 ઓગસ્ટ 2016ના રોજ વિજયભાઈ  રૂપાણીએ CM તરીકે શપથ લીધા હતા. રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણી કરશે. 1થી 9 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો કરાશે

આ તરફ આમ આદમી પાર્ટી પણ મેદાને છે. આમ આદમી પાર્ટી પણ 1થી 9 તારીખ સુધી સરકારી કાર્યક્રમોનો વિરોધ કરશે. એક તરફ સરકાર પોતાના કાર્યો અંગે લોકો વચ્ચે રજૂઆત કરશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પણ 1થી 9 ઓગસ્ટ દરમિયાન લોકો વચ્ચે પોતાની વાત લઈને સરકારનો વિરોધ કરશે. સમગ્ર મામલો ગુજરાતના વિકાસલક્ષી કાર્યક્રમો સાથે જોડાયેલો છે. સરકારના છેલ્લા 5 વર્ષમાં કેવા કાર્યો રહેલા છે. તે સરકાર પોતે ગણાવશે. અને વિરોધ પક્ષ સરકારે શું નથી કર્યું તેનું ગણિત લઈને આવશે. ત્યારે આ પ્રકારે સરકારની સાથે સાથે વિરોધની વચ્ચે ગુજરાતની જનતા પોતાની સમજણથી બધુ જોઈ રહી છે .

 

(9:10 am IST)