Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ગરુડેશ્વર ખેડુત ભવનની એક કરોડ જેવી માતબર રકમની ગ્રાન્ટમાંથી ખાનગી હોટલ બનાવી સરકારી નાણાનો દૂર ઉપયોગના આક્ષેપ સાથે સી.એમ.ને રજૂઆત

જિલ્લા રજિસ્ટ્રાર ને એકાદ વર્ષ પૂર્વે આ બાબતે રજૂઆત કરી હોવા છતાં કોઈજ પગલાં નહિ લેતા હાલ ત્યાં હોટલ બની ગઈ હોવાનો અરજદારનો આક્ષેપ:ગાંધીનગર સહકાર વિભાગના હોદ્દો ધરાવતા વ્યક્તિ તથા નર્મદા જિલ્લા રજિસ્ટ્રારમાં ફરજ બજાવતા કર્મચારી અને મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારી ભાગીદાર હોવાનો અરજદારનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં ગરુડેશ્વર બજાર સમિતિમાં ખેડૂત ભવનની એક કરોડ રૂપિયા જેવી માતબર રકમની ગ્રાન્ટ લઇ એપી.એમ.સી. નાં ચેરમેન અને અન્ય ત્રણ વ્યક્તિ ઓએ કોઈ પણ પ્રકારની જિલ્લા રજીસ્ટાર કચેરીની કે કમિટીની સંમતિ વિના ૩ ખાનગી વ્યકિતીઓના લાભાર્થે વિશાળ મકાન હોટલ ) ગ્રામ પંચાયતની પરવાનગી વિના બનાવી ખાનગી વ્યકિતીઓને કરાર કરીને સોંપણી કરેલ છે,આમ સરકાર સાથે એ.પી.એમ.સીના ચેરમેન તથા ૩ ખાનગી વ્યકિતી ઓએ છેતરપીંડી કરી છે અને સરકારની ગ્રાન્ટ મેળવી સરકારી યોજના મુજબ ખેડુત ભવન બનાવવાના બદલે કાવતરું કરીને હોટલ બનાવી દીધી છે.

આ બાબતે ડાયરેક્ટરો એ ગત તા . .૧૪ / ૯ / ૨૦૨૧ ના રોજ જિલ્લા રજીસ્ટાર કચેરી નર્મદા ને લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં પણ કચેરી તરફથી કોઈ તપાસ કરી નથી માટે એ.પી.એમ.સી ગરુડેશ્વરમાં ચેરમેને જેમની સાથે કરાર કર્યો છે તે ત્રણ વ્યકિતઓ પૈકી એક ગુજરતના પૂર્વ સહકાર મંત્રીના અંગત સચિવ રહી ચુકેલા વ્યક્તિ અને હાલ ગાંધીનગર સહકાર વિભાગમાં નાયબ નિયામકનો હોદદો ધરાવતા અધિકારીના પત્ની ભાગીદાર હોવાનું જાણવામાં મળ્યું છે , આ ઉપાંત નર્મદા જિલ્લા રજિસ્ટાર સહકારી મંડળીની કચેરીમાં છેલ્લા ૨૦ વર્ષથી ફરજ બજાવતા અને સુપર ડી.આર તરીકે રોફ જમાવી કચેરીને બાનમાં લેનાર વર્ગ -૩ નાં કર્મચારીના સાગ પણ ભાગીદાર હોવાનું જાણવા મળે છે,આ ઉપરાંત મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારી પણ ભાગીદાર હોવાનું જાણવા મળ્યું હોય માટે અમારી રજુઆત છે કે આ સમગ્ર મામલે ગાંધીનગરના પ્રમાણિક અધિકારી પાસે આ કૌભાડની તપાસ કરાવી સત્તાનો દૂર ઉપયોગ કરી સરકાર સાથે છેટરપીંડી કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા અને ત્યાં સુધી હોટલને શીલ મારવા અરજદાર રમણભાઈ ભીખાભાઈ તડવી અને અન્ય ડાયરેક્ટરો, ગરુડેશ્વર એ.પી.એમ.સી.નાઓએ મુખ્ય મંત્રી અને સહકાર મંત્રીને કરતાં ગરુડેશ્વર એ.પી.એમ.સી.માં હડકંપ મચી જવા પામી છે.
નર્મદા જિલ્લા રજિસ્ટ્રાર એ પણ અરજદારની આ બાબત સ્વીકારી તપાસ કરવા જણાવ્યું
આ બાબતે નર્મદા જિલ્લા રજીસ્ટ્રાર હેમંત ચૌધરી એ ટેલીફોનીક વાત માં અમારા પ્રતિનિધિ ને જણાવ્યું કે હા આ બાબતે રજૂઆત આવી છે જેમાં ખેડૂત ભુવન નાં બદલે ત્યાં સરકારી નાણાં માથી હોટલ બનાવી હોવાની વાત છે અને અરજદારની એ બાબત સાચી છે કેમ કે ત્યાં હોટલ બની એ વાત હોટનું બોર્ડ લાગવાથી જગ જાહેર થઈ ગઈ છે માટે એની હું તપાસ કરી તેનો રિપોર્ટ અમારી વડી કચેરી ગાંધીનગર માં મોકલીશ ત્યારબાદ ત્યાંથી કાર્યવાહી થશે

 

(10:03 pm IST)