Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

દેડીયાપાડાનાં રાખસકુંડી ગામ નજીક બે એસટી બસો વચ્ચે અકસ્માત થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના રાખસકુંડી ગામ પાસે બે એસટી બસ વચ્ચે અકસ્માત થતાં દેડીયાપાડા પો.સ્ટે.માં આ બાબતે ફરિયાદ થઈ છે

પ્રાપ્ત વિગતો અનુસાર એસ.ટી બસ નંબર GJ - 18-2- 5234 ના ચાલક રાજેશભાઈ સોમાભાઈ વસાવા (રહે કાંટીપાડા તા - નેત્રંગ જીલ્લો ભરૂચ) નાઓએ તેના કબજામાની એસ.ટી બસ જોખમી સ્થિતીમા ગફલત ભરી રીતે રીવર્સ સાઈડમા હંકારી લાવી ગોપાલ સુરેશ સાળુંકે(,રહે બાલાપુર નવા પ્લોટ પોસ્ટ ફાગને ધુલીયા જીલ્લો - ધુલીયા )ની એસ.ટી બસ નંબર MH - 20 - BL - 3421 ની સાથે અથાડી ગુનો કરતાં પોલીસે કાયદેસર કાયદેસર કાર્યવાહી કરી છે .

 

(10:05 pm IST)