Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

દેડીયાપાડામાં રહેતા શખ્સને માથાભારે ઈસમે ધમકી આપી મરવા માટે મજબુર કરતા ઝેરી દવા પી લેતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા બંગલા ફળિયા માં રહેતા શખ્સ અને અન્ય એક શખ્સને એક માથાભારે શખ્શે ધમકી આપી હોય જે પૈકી એક શખ્સ ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું

મળતી માહિતી અનુસાર દેડીયાપાડા પીએસઆઈ એ.એસ.વસાવા ની ફરિયાદ મુજબ ચૈતરભાઇ દામજીભાઇ વસાવા( રહે - બોગજ તા.દેડીયાપાડા )નાઓ માથાભારે ઇસમ હોય અને તેમણે શંકરભાઇ સોનજી ભાઇ વસાવા (રહે - બંગલા ફળીયા દેડીયાપાડા) તથા મહેન્દ્રભાઇ ઉર્ફે મોહનભાઇ ફતેસીંગભાઇ વસાવા (રહે - નવાગામ તા.દેડીયાપાડા) નાઓને ઝંડીઓ ઉતારવા બાબતે મારી નાંખવા સુધીની ધમકીઓ આપેલ હોય જે ધમકીઓના ડરના કારણે મરવા માટે મજબુર કરતા શંકરભાઇ સોનજીભાઇ વસાવાએ પોતાની જાતે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન સુરત સીવીલ હોસ્પિટલ ખાતે તેમનું મોત થતાં પોલીસે ચૈતરભાઇ વસાવા સામે ગુનો દાખલ કર્યો છે.

 

(10:07 pm IST)