Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ગુજરાત કોંગ્રેસ 125 લક્ષ્યાંક સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે: 4 ઓગસ્ટ મહત્વની બેઠક : અશોક ગેહલોત સાંભળશે કમાન

બેઠકમાં અશોક ગહેલોત, કોંગ્રેસ સિનિયર નેતાઓ અને લોકસભા દિઠ નક્કી કરાયેલા નિરીક્ષકો બેઠકમાં હાજર રહેશે

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ના પડઘમ વાગી રહ્યા છે. ડિસેમ્બરના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. તે પહેલા ગુજરાત રાજનીતિ માટે દેશનું આજે કેન્દ્ર સ્થાન બન્યું છે. ભાજપ, કોગ્રેસ, આપ અને ઔવેસી પાર્ટી AIMIM તમામ પક્ષો સક્રિય થયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ 125 લક્ષ્યાંક સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. તે પહેલા જીતનો મંત્ર રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોગ્રેસના સિનિયર ચૂંટણી પ્રભારી તરીકે અશોક ગહેલતોને ફરી એકવાર કમાન સોપાઇ છે.

વિધાનસભા ચૂંટણી જીત મંત્ર સાથે ગુજરાત કોંગ્રેસની આગામી 4 ઓગષ્ટના રોજ મહત્વ પૂર્વ બેઠક મળશે. 19 જૂલાઇના રોજ મોકુફ રહેલ બેઠક આગામી 4 ઓગષ્ટે મળશે. આ બેઠકમાં અશોક ગહેલોત, કોંગ્રેસ સિનિયર નેતાઓ અને લોકસભા દિઠ નક્કી કરાયેલા નિરીક્ષકો બેઠકમાં હાજર રહેશે. આ સાથે જ સિનિયક નિરીક્ષક તરીકે રાજસ્થાન સરકારના મંત્રીઓ અને મધ્યપ્રદેશના પૂર્વ મંત્રીઓ સહિત સિનિયર નેતાઓ લોકસભા બેઠક દિઠ સિનિયક નિરીક્ષક બનાવ્યા છે. તે તમામ નેતાઓ બેઠકમાં હાજર રહેશે.

પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત નેતાઓની ઉપસ્થિતિ બેઠક મળી હતી. કેમિકલ કાંડ મામલે કોંગ્રેસ આગામી 2 ઓગષ્ટના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરશે. હજારોની સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિતિ રહેવા માટે કાઉન્સિલર અને ધારાસભ્ય જવાબાદારી સોપવામા આવી છે. આ ઉપરાત ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી સમાજના અગ્રણી સાથે બેઠક યોજી હતી.

 

(10:38 pm IST)