Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદમાં ફાયરબ્રિગેડના વાહનો અને સાધનોનું લોકાર્પણ

નાગરિકોને તાત્કાલિક ધોરણે ફાયર એન્ડ ઈમરજન્સી સારવાર મળી રહે એ માટે મુખ્યમંત્રીના હસ્તે ફાયરબ્રિગેડના વાહનો અને સાધનોનું લોકાર્પણ કરાયું

અમદાવાદ: શહેરના નાગરિકોને તાત્કાલિક ધોરણે ફાયર એન્ડ ઇમરજન્સી સારવાર મળી રહે એ માટે મુખ્યમંત્રીના હસ્તે આજે ફાયરબ્રિગેડના વાહનો અને સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગને વધારે કાર્યક્ષમ બનાવવા તથા ઇમરજન્સીની સ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક ધોરણે ફાયર એન્ડ ઇમરજન્સી સારવાર મળી રહે એ માટે આશરે સાડા બાર કરોડનાં ફાયર ફાયટિંગ અને રેસ્ક્યૂ માટેનાં સાધનો ખરીદવામાં આવ્યાં છે.

અમદાવાદ શહેરની જાહેર જનતાની સલામતી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના હસ્તે આ વાહનોની ફ્લેગ માર્ચને ઝંડી બતાવીને લોકાર્પિત કરવામાં આવ્યાં હતા.

અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર 20 KL વૉટર બાઉઝર નંગ-5, 23 બોલેરો ગાડીઓ અને પોણા ત્રણ કરોડના અન્ય બચાવ કામગીરીનાં સાધનો વસાવવામાં આવ્યાં છે, જેનું મુખ્યમંત્રીના હસ્તે 31મી જુલાઈ,2022ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યુંહતું

આ લોકોપર્ણ કાર્યક્રમમાં મુધ્યમંત્રી સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ,કોર્પોરેશનના મેયર અને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ હાજર રહ્યા હતા

 

(11:11 pm IST)