Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ગુજરાતમાં ૭૭પ૦૦ સહકારી મંડળીઓઃ વ્‍યકિતગત ગૃહ લોનની મર્યાદા બમણીઃ ડોરસ્‍ટેપ બેંકીગની મંજુરી

નરહરિ અમીનના પ્રશ્નના જવાબમાં વિગતવાર માહિતી આપતા અમિતભાઇ શાહ : અલગ મંત્રાલયની રચના પછી સહકારી ક્ષેત્રના વિકાસ માટે શ્રેણીબધ્‍ધ પગલા

રાજકોટ,તા., ૧: શ્રી નરહરિ અમીન (સંસદસભ્‍ય, રાજયસભા) દ્વારા ગુજરાતમાં સહકારી મંડળીઓની ક્ષમતાનાં વિસ્‍તરણ માટે સરકારે લીધેલ પગલાં બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્‍યો હતો. તેનાં અનુસંધાને, નેશનલ કો.ઓ. યુનિયન ઓફ ઈન્‍ડિયા (NCUI) દ્વારા પ્રકાશિત માહિતી પ્રમાણે ગુજરાતમાં ૭૭૫૫૦ સહકારી મંડળીઓ છે. તેમ જણાવી, કેન્‍દ્ર સરકારમાં અલગ સહકારીતા મંત્રાલયની રચના પછી સહકારી મંડળીઓનાં વિકાસ અને વિસ્‍તરણ માટે સરકારશ્રી દ્વારા જે વિવિધ પહેલો કરવામાં આવી છે.

 વિવિધ યોજનાઓ અંતર્ગત મંડળીઓને પ્રોત્‍સાહન અને સહાય કરવામાં આવે છે તેની વિસ્‍તૃત માહિતી સાથે જવાબ આપતાં ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે, ૧ લી જૂન, ૨૦૨૨ના રોજ, કેન્‍દ્રીય કેબિનેટે નિર્ણય લીધો છે કે સહકારી સંસ્‍થાઓને સરકારી ઈ-માર્કટિંગ પ્‍લેટફોર્મ પર ખરીદનાર તરીકે નોંધણી કરાવવાની મંજૂરી આપી છે, જેનાથી તેઓ સમગ્ર દેશમાGEMપોર્ટલ પર નોંધાયેલા લગભગ ૪૦ લાખ  વિક્રેતાઓ પાસેથી સામાન અને સેવા  પ્રાત કરી શકશે. જેનાંથી સહકારી સંસ્‍થાઓને બચત કરવામાં અને તેમની પ્રાપિ પ્રણાલીમાં પારદર્શિતા સુધારવામાં મદદ થશે.

કેન્‍દ્રિય પ્રાયોજિત પ્રોજેક્‍ટ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓનું કોમ્‍પ્‍યુટરાઈઝેશન (PACS )૨૯ જૂન, ૨૦૨૨ ના રોજ શરૂ કરવામાં આવ્‍યું છે, જેમાં ૬૩,૦૦૦ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS ) ના ડિજિટલાઈઝેશન માટે રૂ. ૨,૫૧૬ કરોડના અંદાજપત્રીય ખર્ચ સાથે ત્રણ-સ્‍તરીય ગ્રામિણ ધિરાણ. ક્રેડિટ માળખું છે.

 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS ) માટે ડ્રાફટ મોડલ પેટા-નિયમો રાજય સરકારો, રાષ્ટીય સહકારી સંઘો અને અન્‍ય તમામ હિતધારકો સાથે પરામર્શ કરીને તેમની પ્રવૃત્તિઓમાં વૈવિધ્‍ય લાવવા અને તેમને ગ્રામ્‍ય સ્‍તરે વાઇબ્રન્‍ટ બહુહેતુક આર્થિક સંસ્‍થાઓ બનાવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.

સરકારે ૨૫મી ઓક્‍ટોબર, ૨૦૨૧ ના રોજના તેના નોટિફિકેશન દ્વારા સહકારી ખાંડ મિલોને મોટી રાહત આપીને સ્‍પષ્ટતા કરી કે ખાંડ સહકારી મિલોને ખેડૂતોને શેરડીના ઊંચા ભાવ ચૂકવવા બદલ વ્‍યાજબી અને મહેનતાણું સુધી અથવા સ્‍ટેટ એડવાઈઝડ પ્રાઈસ સુધી વધારાનો આવકવેરો લાગુ કરવામાં આવશે નહીં.

 રૂ. ૧ કરોડ થી વધુ અને ૧૦ કરોડ સુધી કુલ આવક ધરાવતી સહકારી મંડળીઓ માટે સહકારી મંડળીઓ પર સહકારી મંડળીઓ અને તેના સભ્‍યોની આવક વધારવા માટે સરચાર્જ ૧૨ ટકાથી ઘટાડીને ૭ ટકા કરવામાં આવ્‍યો.

 કો-ઓપરેટિવ માટે લધુત્તમ વૈકલ્‍પિક કર(MAT ) દર ૧૮.૫૯ ટકાથી ઘટાડીને ૧પ ટકા કરવામાં આવ્‍યો છે જેથી તેઓને કોર્પોરેટ્‍સ સાથે સમાન મોકળું મેદાન મળે.

 સહકારી આધારિત આર્થિક વિકાસ મોડલને પ્રોત્‍સાહન આપવા માટે સહકારી સંસ્‍થાઓને પર્યાપ્ત, સસ્‍તું અને સમયસર ધિરાણ આપવા માટે, નોન-શિડ્‍યુલ અર્બન કો-ઓપરેટીવ બેંકો, રાજય સહકારી બેંકો અને જિલ્લા મધ્‍યસ્‍થ કો. -ઓપરેટિંવ બેંકોને ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્‍ટ (CGTMSE) દ્વારા યોજનાની સભ્‍ય ધિરાણ સંસ્‍થાઓ તરીકે જાહેર કરવામાં આવી છે.

શ્રી અમીતભાઇ શાહે જણાવેલ કે, આરબીઆઈ દ્વારા ૮મી જૂન, ૨૦૨૨ના રોજ, સહકારી બેંકિંગ ક્ષેત્રમાં સહકારી સંસ્‍થાઓના વિકાસ માટે જે નવા ગતિશીલ નિર્ણયો લેવામાં આવ્‍યા તે મુજબ,  અર્બન કો-ઓપરેટિવ બેંકો ((UCBS) અને ગ્રામીણ સહકારી બેંકો ((RCBS ) માટે વ્‍યક્‍તિગત હાઉસિંગ લોનની મર્યાદા બમણી કરવામાં આવી છે. ગ્રામિણ કો.ઓ બેન્‍કો((RCB )ને કોમર્શિયલ રિયલ એસ્‍ટેટ રેસિડેન્‍શિયલ હાઉસિંગ સેક્‍ટરમાં લોન આપવાની મંજૂરી આપવામાં આવી છે.  અર્બન કો.ઓ બેન્‍કો ((UCB) ને હવે કોમર્શિયલ બેંકોની જેમ તેમના ગ્રાહકોને ડોરસ્‍ટેપ બેંકિંગ સુવિધા પૂરી પાડવાની મંજૂરી આપવામાં આવી છે.

સહકાર મંત્રાલય સહકારી સંસ્‍થાઓના સવાંગી વિકાસના ઉદ્દેશ્‍ય સાથે સમૃધ્‍ધી માટે સહકાર' યોજના ઘડવાની પહેલ પણ કરી રહ્યું છે.દેશભરમાં સહકારી શિક્ષણ અને તાલીમ સંસ્‍થાઓના આધુનિકીકરણ અને વ્‍યાવસાયિંકરણ માટેની એક યોજના પણ ઘડવામાં આવી રહી છે.

સહકાર મંત્રાલય દ્વારા લેવામાં આવેલી ઉપરોક્‍ત પહેલો ઉપરાંત, ભારત સરકારના અન્‍ય મંત્રાલયો/વિભાગોમાં પણ સહકારી સંસ્‍થાઓને માટે ઘણી લાભદાયી યોજનાઓ અમલમાં છે જેમાં એગ્રીકલ્‍ચર ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર  ફંડ, ડેરી પ્રોસેસીંગ અને ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર વિકાસ ફંડ, મત્‍સ્‍યોદ્યોગ, વિકાસ ફંડ, આદિવાસી વિસ્‍તારો માટે વન ધન કાર્યક્રમ વગેરેનો સમાવેશ થાય છે તેમ અમિતભાઇ શાહે જણાવ્‍યું છે.

(3:39 pm IST)