Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

રબારી સમાજનો પ્રેરણાદાયી નિર્ણયઃ સગાઇ, ચાંલ્લા, લગ્ન, ઝિયાણા અને બેસણામાં કરાયા ધરખમ ફેરફાર

સોનું ૧ પલ્લામાં ૧૦ તોલાની મર્યાદામાં સોનાના દાગીના જ આપવા, સગાઈ વખતે સોનાનો દાગીનો આપવો નહીઃ સીમંત પછી ખબર લેવા જઇએ કે પાછળથી રમાડવા જાય તો ૧૧ માણસોની મર્યાદામાં જવુ અને સાથે કોઇ દાગીનો લઇ જવો નહી

અમદાવાદ, તા.૧: રબારી સમાજે અન્‍ય લોકોને પ્રેરણા આપતા નિર્ણયો લીધા છે. રબારી સમાજના અગ્રણી રઘુ દેસાઇના  પ્રમાણે, સમયની સાથે દરેક સમાજે પોતાના નિયમો બદલવા જોઇએ. અમારા જૂના રીતિરિવાજોમાં જે બેફામ ખર્ચા થતા હતા તેમાં ઘણાં સુધારા કર્યા છે. તે પ્રમાણે સગાઇમાં, ચાંલ્લામાં, લગ્નમાં, ઝિયોડા પ્રસંગમાં અને બેસણાંની રીતરિવાજોમાં સુધારણા લાવ્‍યા છે. મધ્‍ય અને ગરીબ વર્ગને પોષાય તેવી સુધારણા કરી છે.

સગાઇ વિધિમાં અનેક સુધારણા કર્યા છે. સગાઇ વિધિમાં પાંચ માણસોની મર્યાદામાં જવુ, સગાઇમાં સાદો રૂપિયો આપવો, સગાઈમાં દાગીનો લાવવો નહી અને ફક્‍ત બે જોડ કપડાં સિવાચ કોઇ પણ વસ્‍તુ લાવવી નહી, ઘરધણીએ વેવાઈને રૂા.૧૦૦/- પહેરામણી કરવી અને તેમની સાથે હોય તેને રૂા.૫૦૦/ પહેરામણી આપવી તો સગાભાઇએ વેવાઈને જ રૂા.૫૦૦/ આપવા અન્‍ય કુટુંબીજનોએ પહેરામણી કરવી નહીં.

આ સાથે સગાઇમાં મોબાઇલની આપ-લે બંધ કરવી, સોનું ૧ પલ્લામાં ૧૦ તોલાની મર્યાદામાં સોનાના દાગીના જ આપવા, સગાઈ વખતે સોનાનો દાગીનો આપવો નહી, સીમંત પછી ખબર લેવા જઇએ કે પાછળથી રમાડવા જાય તો ૧૧ માણસોની મર્યાદામાં જવુ અને સાથે કોઇ દાગીનો લઇ જવો નહી. માત્ર પાંચ જોડ કપડાં લઇ જવા, સંયુક્‍ત પહેરામપણી રૂા.૫૧૦૦/કરવી.

આ સિવાય બીજા કોઇ પ્રસંગોમાં રાવણા રૂપે જવુ નહી, ઝિયોડાના આણામાં ૧૧ જણાએ ઘરમેળે જવું અને સંયુક્‍ત પહેરામણી રૂા.૨૧૦૦/ લેવી કે આપવી, દવાખાને ખબર લેવા જઇએ ત્‍યાં દર્દીના પરિવાર તરફથી જમવા બેસવુ નહીં, દર્દીને રજા મળ્‍યા પછી ઘરે બોલાવવા જઇએ ત્‍યારે તેના ઘરેથી કે કુટુંબીજનોની પેરામણી લેવી કે આપવી નહી, રમેલ આપણી જૂની પરંપરા મુજબ સાદાઇથી કરવી, રમેલમાં ડીજે અને કલાકારનો ઉપયોગ કરવો નહી.

બેસણું રવિવારે પણ રાખી શકાશે,બેસણું સોશીયલ મીડીયામાં આપીએ છીએ તે યોગ્‍ય છે. તેથી કોઇ પણ દૈનિક પેપરમાં બેસણુ કે શ્રધ્‍ધાંજલી આપવી નહીં. કુદરતી નિધન વખતે સમય મર્યાદામાં વિધિ કરી દેવી રાહ જોવી નહીં, લગ્ન પ્રસંગનાં સમયે ખોટા ખર્ચના બચાવ માટે ડી.જે.રાસગરબા, ફિલ્‍મી કે અન્‍ય કલાકાર લાવવા નહીં, કંકોત્રી સાથે કવર, કપડા આપવા નહી.કંકોત્રી આપતી વખતે પહેરામણી આપવી કે લેવી નહીં

લગ્નના આગલના દિવસે જમણવાર રાખવો પાછળથી રિસેપ્‍શન બંધ રાખવું.પડો ખરીદવા કુટુંબના પાંચ જણાએ જવું.

રીંગસેરેમની કે પ્રિવેડીંગ, ફોટો સુટ જેવા તાજેતરમાં આવી પડેલા કુરિવાજો બંધ કરવા.

(3:35 pm IST)