Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

હિટ એન્ડ રન:ગાંધીનગર નજીક અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું ઘટનાસ્થળેજ મોત

ગાંધીનગર :  આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ચેખલારાણીના દશરથ કોયાજી ઠાકોર પરિવાર સાથે ગાંધીનગર તાલુકાના પીંપળજ ગામમાં આવેલા બોરકુવા પર રહે છે.તેઓ રવિવારે સવારે તેમના પુત્ર વનરાજ ઠાકોર સાથે કામ કરવા ખેતરમાં જવા રવાના થયા હતા પુત્ર વનરાજ સાથે બાઇક ઉપર દશરથજી ખેતરમાં જઇ રહ્યા હતા તે સમયે પીંપળજમાં આવેલી તપોવન સ્કૂલ પાસે પેટ્રોલ પુરુ થઇ જવાને કારણે બાઇક બંધ પડી ગયું હતું જેથી પુત્ર વનરાજ ચાલતા પેટ્રોલ લેવા માટે ગયો હતો તે સમયે દશરથજી બાઇક પાસે જ ઉભા રહ્યા હતા તે દરમ્યાન કોઇ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી.આસપાસના લોકો આ અકસ્માતને લઇને ભેગા થઇ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને બેલાવી હતી પરંતુ ૧૦૮ના સ્ટાફે દશરથજી મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું.જેથી તેમના મૃતદેહને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો હતો તો બીજીબાજુ અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે અહીંના સીસીટીવી ફુટેજ તપાસવાનું શરૃ કર્યું છે.

(4:55 pm IST)