Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કલોલમાં રહેતી મહિલાએ ફ્લેટ વેચ્યા બાદ દંપતીને કબ્જો ન સોંપતા ગુનો દાખલ

ગાંધીનગર :  કલોલ રહેતી મહિલાએ રાંધેજામાં પડેલી સ્કીમમાં ફ્લેટ રાખનાર દંપતિ પાસેથી ફ્લેટ વેચાતો લઇને દસ્તાવેજ કરાવી લીધા પછી વધુ નાણાંમી માંગણી કરીને માલિક દંપતિએ ફ્લેટનો કબ્જો નહીં સોંપતા મુળ નાગપુરની મહિલાએ આ મુદ્દે કલેક્ટર સમક્ષ કરેલી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની ફરિયાદના સંબંધમાં ગુનો દાખલ કરીને પેથાપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કલોલમાં શ્રીનગર સોસાયટીમાં હરિકૃષ્ણ એપાર્ટમેન્ટમાં મોટી બહેનના ઘરે દિકરા સાથે રહેતી સોનિયાબેનના પતિ ગુલશન હંસદાસ પાટીલ રેલવેમાં ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે નાગપુરમાં નોકરી કરે છે. તેનો દિકરો નીલ કલોલમાં ફિઝીયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતો હોવાથી નજીકના વિસ્તારમાં મકાન ખરીદવા માંગતા હોય રાંધેજામાં મારૃતિનંદન એવન્યુ નામની સ્કીમમાં એક બેડરૃમ, હોલ, કિચનની સુવિધા ધરાવતો ફ્લેટ જે કલોલમાં જ્યોતિપાર્ક પાછળ રહેતા પુષ્પાબેન અને તેના પતિ નરેશભાઇ દુધાભાઇ શાહનો પસંદ આવતા તેમની પાસેથી રૃપિયા ૧૩.૫૦ લાખમાં નક્કી કરીને વેચાતો રાખ્યો હતો અને તેનો દસ્તાવેજ પણ કરી દેવામાં આવ્યો હતો અને બંધન બેંકમાંથી લોન પણ લેવામાં આવી હતી.

જોકે બાદમાં ફ્લેટના મુળ માલિકોએ વધુ નાણાંની માગણી કરી હતી અને વધારાના નાણાં આપ્યા પણ હતાં. આમ છતાં આરોપીઓ દ્વારા વધુ નાણાંની માગણી કરવાની સાથે ફ્લેટનો કબ્જો સોંપવાના બદલે અન્ય પરિવારને આ ફ્લેટ ભાડેથી રહેવા પી દેવામાં આવતાં કલ્કેટર સમક્ષ મહિલા દ્વારા ધી ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધનિયમ અંતર્ગત ફરિયાદ કરવામાં આવી હતી. કલેક્ટર તંત્ર દ્વારા આ સંબંધમાં પંચનામા સહિતની પ્રક્રિયા પુરી કરવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.

(4:55 pm IST)