Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ગળતેશ્વર તાલુકાના છીંકારીયા ગામની સીમમાં 1 લાખના દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડયો

સેવાલીયા : છીકારીયા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે સેવાલિયા પોલીસે એક આરોપીને પકડી પાડયો હતો. પોલીસે શખ્સ પાસેથી કુલ રૂપિયા ૧,૦૯,૮૬૭ નો મુદ્દામાલ કબજે લઇને કાર્યવાહી કરી હતી. 

ગળતેશ્વર તાલુકાના છીકારીયા ગામે ગતરોજ સેવાલિયા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એ કોઈ શખ્સ  ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરે છે.  બાતમી મળતા છીકારીયા ગામે રહેતા વખતસિંહ રયજીભાઈ પરમાર નો જથ્થો લાવી વેચાણ કરે છે તેમજ ગઈકાલ રાતના તેણે ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી તેના ઘરથી થોડીક દૂર છીકારીયા ગામની સીમમાં આવેલા બુધાભાઈ ડાયાભાઈ પરમાર ના ખેતરમાં ઈટોના ઉપરના ભાગે પડતર જમીનમાં પાણીના વહેરામાં ઇંગ્લિશ દારૂ સંતાડેલ છે. જે હકીકતના આધારે ગપોલીસે પડતર જમીન પાણીના વહેરામાંથી આરોપી વખતસિંહ રયજીભાઈ પરમાર  (રહે.છીકારીયા તા. ગળતેશ્વર)ને ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડનો રૂપિયા ૧,૦૯,૮૬૭ ના મુદ્દામાલ સાથે સ્થળ ઉપર ઝડપી પાડી પ્રોહિબિશન એકટ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(4:55 pm IST)