Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ખેડા જિલ્લાની શેઢી કેનાલમાં કેમિકલ ઠાલવવામાં આવ્યું હોવાની વાતથી તંત્રદ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી

નડિયાદ : ખેડા જિલ્લામાંથી પસાર થતી અને અમદાવાદના પૂર્વ વિસ્તારની પીવાનું પાણી પુરૂ પાડતી શેઢી કેનાલમાં કેમિકલ ઠાલવ્યાની ઘટનાને પગલે તંત્ર હરકતમાં આવી ગયુ છે અને ૬૬ કિલો મીટર લાંબી કેનાલના પાણીમાંથી તંત્ર દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. આ મામલે ઘટના સ્થળે ખેડા જિલ્લા કલેકટર,એસપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

અમદાવાદનાં પૂર્વ વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડતી અને ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી શખા માં તા.૨૬/૦૭ નાં રોજ પ્રદૂષિત પાણી હોવાની ફરિયાદોને લઈ રસ્કા કેનાલમાં કેમિકલ ઠલવાતું હોવાની આશંકાઓને લઈ તંત્ર દોડતું થયું હતું. સુરક્ષાના ભાગ રૂપે રાસ્કા કેનાલમાં પાણીનું પુરવઠો રોકી દેવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે અમદાવાદમાં આવેલો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં આપવામાં આવતા પીવાના પાણીની કેનાલમાં કેમિકલ ઠલવાયાની આશંકાએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન, ખેડા જિલ્લા કલેકટર, ખેડા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરવામાં આવી હતી. વણાકબોરી થી અમદાવાદ વચ્ચે ૬૬ કિમી લાંબી પથરાયેલી આ કેનાલના પાણીના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આ પાણી દૂષિત થવાનું સાચું કારણ જાણી શકાશે. અમદાવાદના ૨૨ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે હાલ કોતરપુર વોટર વર્કસ માંથી આ વિસ્તારોને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે જયારે  અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં તા.૨૬/૦૭ નાં રોજ શંકાસ્પદ કાલા કલરનું પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદોને લઈ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હરકતમાં આવ્યું હતું અને વણાકબોરીથી અમદાવાદ વચ્ચે ૬૬ કિલોમીટરના કેનાલ વિસ્તારમાંથી સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા. 

(4:56 pm IST)