Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ભાજપને મત આપશો તો ઝેરી દારૂ મળશે ‘આપ’ને મત આપશો તો યુવકોને રોજગારી મળશે : યુવાનોને રોજગારી, બેરોજગારી ભથ્થુ, નોકરીનું સર્જન, પેપરલીક મુદ્દે કડક કાયદો સહિતના નિયમો આવશે : દારૂબંધી હોવા છતાં પણ ઘરે બેઠા દારૂ મળી જાય છે : વેરાવળમાં અરવિંદ કેજરીવાલના ભાજપ સરકાર ઉપર પ્રહારો

રાજકોટ તા.૧ : ભાજપને મત આપશો તો ઝેરી દારૂ મળશે આપને મત આપશો તો યુવકોને રોજગારી મળશે. તેમ સોમનાથ વેરાવળમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું.

       વેરાવળ ખાતે યોજાયેલી જાહેર સભામાં પ્રારંભે અરવિંદ કેજરીવાલે લઠ્ઠા કાંડના મૃતકોના આત્માની શાંતિ માટે બે મિનિટ મોન પળાવ્યું હતુ. સૌઍ ઊભા થઈને મૃતકોને અંજલી અર્પણ કરી હતી.

       અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે લઠ્ઠા કાંડ પછી હજુ સુધી ભાજપના ધુરંધરો મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવવા ગયા નથી જ્યારે હું દિલ્હીથી છેક ભાવનગર જિલ્લામાં સાંત્વના પાઠવવા પહોંચ્યો હતો.

       અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં નશાબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂ મળે છે ઘરે પણ દારૂ મંગાવો તો મળી જાય છે માત્ર કાગળ ઉપર દારૂબંધી બતાવવામાં આવે છે થોડા સમય પહેલા ગુજરાતના ઍક ૨૩ વર્ષના યુવકે નોકરી ન મળતા આત્મહત્યા કરી લીધી છે પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી ઍક ઍક યુવક અને ઍક ઍક યુવતીના મોટો ભાઈ તરીકે હું આવી ગયો છું અને ચિંતા કરતા પિતાના પુત્ર તરીકે પણ યુવાઓને નોકરી મળે તે માટે હવે હું ગુજરાતમાં આવી ગયો છું તમામને રોજગાર અને નોકરી મળે તેની હું ખાતરી આપું છું. યુવાનોને રોજગારી, બેરોજગારી ભથ્થુ, નોકરીનું સર્જન, પેપરલીક મુદ્દે કડક કાયદો સહિતના નિયમો આવશે. જાહેર સભામાં ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલીયા સહિતના ઉપસ્થિત રહ્ના હતા.

(5:11 pm IST)