Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

શ્રાવણ મહિનાના પહેલા સોમવારે વિરમગામ શહેર સહિત પંથકના શિવાલયમાં ભક્તો ઉમટ્યા : શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

સોમવારને દેવાધિદેવ મહાદેવનો સૌથી પ્રિય દિવસ માનવામાં આવે છે અને શિવજીની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્ત્વ હોવાની ધાર્મિક માન્યતા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ :શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથે જ શિવાલયોમાં વહેલી સવારથી સનાતનની શિવભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. ખાસ કરીને સોમવારને દેવાધિદેવ મહાદેવનો સૌથી પ્રિય દિવસ માનવામાં આવે છે અને સોમવારે  શિવજીની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્ત્વ છે તેવી ધાર્મિક માન્યતા છે. ત્યારે વિરમગામ શહેર સહિત સમગ્ર પંથકમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે વહેલી સવારથી જ શિવાલયો જ હરહર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યાં છે. અનેક ભક્તિઓ શિવજીના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. ભોળાનાથના ભક્તો દ્વારા અનાજનું દાન તથા ભુદેવને યથાશક્તિ દક્ષીણા આપવામાં આપવામાં આવી હતી.  વિરમગામના સિધ્ધનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ હરિ હર મહાદેવ, જાળનાથ મહાદેવ, હાંસલપુરના સેરેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભક્તો શિવ ભક્તિમાં લીન બન્યા છે. શ્રાવણ મહિનામાં અનેક શિવભક્તો દ્વારા ઉપવાસ કરવામાં આવ્યા અને વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યુ છે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે  વિરમગામ થી અનેક શિવ ભક્તો હાંસલપુર આવેલા શેરેશ્વર મહાદેવના ચાલતા દર્શન કરવા માટે ગયા હતા.

(6:53 pm IST)