Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

રાજ્યના ૨૦ જિલ્લાના ૨૦૮૩ ગામોમાં કુલ ૫૫,૯૫૦ પશુઓમાં લમ્પી સ્ક્રીન ડીસીઝ :૧૫૬૫ પશુઓનાં મોત

પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૧૦.૦૦ લાખથી વધુ પશુઓમાં રસીકરણ : ૨૨૨ પશુચિકિત્સા અધિકારીઓ અને ૭૧૩ પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ

અમદાવાદ : રાજયનાં પશુઓમાં જોવા મળેલ લમ્પી સ્કીન ડીસીઝ અંગેની નોંધ તા.૦૧.૦૮.૨૦૨૨, ૧૮.૪૫ કલાકે ૨૦ જિલ્લાઓ- ગાય ભેંસ વર્ગના પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ જોવા મળેલ છે

. ૧. કચ્છ ૬. મોરબી ૧૧. જુનાગઢ ૧૬. અરવલ્લી ૨. જામનગર ૭. સુરેન્દ્રનગર ૩. દેવભુમિ દ્વારકા ૮. અમરેલી ૫. પોરબંદર ૧૦. બોટાદ ૧૨. ગીર સોમનાથ ૧૭. પંચમહાલ ૧૩. બનાસકાંઠા ૧૪. સુરત ૧૫. પાટણ ૧૮. મહીસાગર ૪. રાજકોટ ૯. ભાવનગર ૧૯. મહેસાણા ૨૦. વલસાડ

 અત્યાર સુધી ૨૦ જિલ્લાના ૨૦૮૩ ગામોમાં કુલ ૫૫,૯૫૦ પશુઓમાં લમ્પી સ્ક્રીન ડીસીઝ જોવા મળેલ છે અને તે પૈકી કુલ ૧૫૬૫ પશુઓનાં લપ્પી સ્કીન ડીસીઝનાં કારણે મરણ થયેલ હોવાનું નોંધાયેલ છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૧૦.૦૦ લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવેલ છે.  આ ૨૦ જિલ્લાઓનાં ૨૨૨ પશુચિકિત્સા અધિકારીઓ અને ૭૧૩ પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે.

  વધારાના ૩૩૨ આઉટસોર્સડ પશુચિકિત્સકોને દસ ગામ દીઠ મોબાઈલ પશુદવાખાનાના વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવેલ છે. પશુપાલકને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી મળી રહે તે હેતુસર ટોલ ફ્રી હેલ્પલાઈન ૧૯૬૨ પર ખાસ સુવિધા સાથે જીવીકે-ઇએમઆરઆઇ,નરોડા અમદાવાદ ખાતે પશુપાલન ખાતાના અધિકારીઓના ૨૪ કલાક મોનીટરીંગ સાથે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. રાજય કક્ષાએથી અને વિભાગીય કચેરી કક્ષાએથી સતત મોનીટરીંગ અને દિશાનિર્દેશો આપવામાં આવી રહેલ છે.

(8:09 pm IST)