Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ગુજરાત પ્રદેશ કોળી અધ્યક્ષ વિક્રમ સોરાણી જોડાશે રાજકારણમાં : કેજરીવાલના હસ્તે AAPનો ખેસ ધારણ કરશે

ગઇકાલે રાજકારણમાં જોડાવવા મામલે જંત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજી હતી ચિંતન શિબિર : સોરાણીએ વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી

રાજકોટ તા.01 : વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાનાર છે. ત્યારે સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજ બાદ કોળી સમાજનું પ્રભુત્વ વધારે છે. તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોળી સમાજમાં બાવળિયા અને ફતેપરાનો કોળી સમાજમાં ખાસ્સો એવો રૂતબો છે. જે વચ્ચે ગુજરાત પ્રદેશ કોળી અધ્યક્ષ વિક્રમ સોરાણીએ રાજકારણમાં જોડાવાની જાહેરાત કરી છે.

વિક્રમ સોરાણી અરવિંદ કેજરીવાલના હસ્તે ખેસ પહેરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ગઇકાલે આ મામલે વિક્રમ સોરાણીએ જંત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ચિંતન શિબિર યોજી હતી. જે બાદ વિક્રમ સોરાણીએ કહ્યું હતું કે સમાજે રાજકારણમાં જોડાવાનું કહેતા હું રાજકારણમાં જોડાવા જઈ રહ્યો છું.વિક્રમ સોરાણીએ આગામી સમયમાં વિધાનસભા લડવાનો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓ પોરબંદર એરપોર્ટથી સોમનાથ જવા રવાના થયા છે. તેઓ સોમનાથમાં જનસભા સંબોધિત કરશે. જે દરમિયાન મહત્વની જાહરાત કરી શકે છે..તેઓએ એરપોર્ટ પર ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે તેઓને વોટ આપશો તો ઝેરી દારૂ મળશે અમને વોટ આપશો તો રોજગારી મળશે.. કેજરીવાલે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, 'આજે હું ગુજરાત જઈ રહ્યો છું અને આજે ગુજરાતની જનતાને બીજી ગેરંટીનું એલાન' આપવામાં આવશે. CM કેજરીવાલની એક સપ્તાહમાં રાજકોટની આ બીજી મુલાકાત છે જ્યારે એક મહિનામાં રાજ્યની આ ચોથી મુલાકાત છે.

(8:28 pm IST)