Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કાલે કચ્છમાં : આઇસોલેશન સેંટરની મુલાકાત લેશે અને વહિવટી તંત્ર સાથે કરશે બેઠક

લમ્પિ સ્કીન ડીસીઝ સંદર્ભે આ રોગ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાના પશુધનની સારવાર સુશ્રુષા, નિરીક્ષણ અને તંત્રને માર્ગદર્શન માટે ભુજ પહોંચશે

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રાજ્યના વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા લમ્પિ સ્કીન ડીસીઝ સંદર્ભે આ રોગ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાના પશુધનની સારવાર સુશ્રુષા, નિરીક્ષણ અને તંત્રને માર્ગદર્શન માટે આવતીકાલે મંગળવાર તારીખ ૨ ઓગસ્ટના રોજ સવારે ભૂજ જશે

મુખ્યમંત્રી કચ્છમાં આઇસોલેશન સેન્ટર, વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લેશે અને જિલ્લા વહીવટી તંત્ર સાથે આ રોગચાળા નિયંત્રણ અંગેની કામગીરીની સમીક્ષા કરી યોગ્ય માર્ગદર્શન આપશે

 

(8:52 pm IST)