Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજયમાં છૂટો છવાયો વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદમાં પણ છૂટો છવાયો અને હળવો વરસાદ પડવાની શક્યતા

અમદાવાદ : રાજયમાં આગામી પાંચ દિવસ લઇને હવામાન વિભાગની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજયમાં છૂટો છવાયો વરસાદ રહેશે. રાજયમાં ભારે વરસાદને લઇને હાલમાં કોઈ આગાહી કરવામાં આવી નથી. અમદાવાદમાં પણ છૂટો છવાયો અને હળવો વરસાદ પડવાની શક્યતા છે. વરસાદી સિસ્ટમ ન હોવાને કારણે અમદાવાદનું તાપમાન 33થી 34 ડિગ્રી રહેવાની શક્યતા છે

  અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ અમદાવાદમાં બપોરથી વાદળછાયુ વાતાવરણ હતું. જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જેના લીધે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નિચાણવાળી જગ્યાઓ પર પાણી ભરાયાની સમસ્યા ઉભી થઈ હતી

(8:58 pm IST)