Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

રાજપીપળામાં EVM-VVPAT ના સંગ્રહ માટેના સમર્પિત વેર હાઉસ ખાતે F.S.L. ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરીનો પ્રારંભ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કલેકટર કચેરી-જિલ્લા સેવા સદનના કંપાઉન્ડમાં કેન્દ્રીય ચૂંટણી પંચની માલિકીના EVM-VVPAT ના સંગ્રહ માટેના સમર્પિત વેર હાઉસની કેન્દ્રીય ચૂંટણી પંચના નિરીક્ષક અને કેરાલાના સંયુક્ત નિર્વાચન અધિકારી અનિશ ટી. એ મુલાકાત લઇ ગુજરાત વિધાનસભાની આગમી સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.એ. શાહ તેમજ બેંગલોરની બેલ કંપનીના ઇજનેર મદનસિંઘ યાદવ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જિજ્ઞાબેન દલાલ, પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં EVM-VVPAT F.S.L.ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો.
   નર્મદા જિલ્લામાં નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારની આગામી સમાન્ય-ચૂંટણીઓ-૨૦૨૨ માટે ઉપયોગમાં લેવાનાર EVM-VVPAT મશીનની ચકાસણીની આ કામગીરી તા.૧૦ મી ઓગષ્ટ સુધી ચાલશે.
 જિલ્લામાં તા.૦૧ લી ઓગષ્ટથી શરૂ થયેલી આ કામગીરીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જિજ્ઞાબેન દલાલ, પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ, ચૂંટણી શાખાના મામલતદાર કનકબેન ઠાકર સહિત જિલ્લા ચૂંટણી તંત્રની સમગ્ર ટીમ અને બેલ કંપનીના ઇજનેરો જોડાયાં છે.

(10:45 pm IST)