Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

રાજપીપળા સિંધિવાડનાં મકાનોને અડીને જતા ઇલેક્ટ્રિક વાયરોથી જોખમ :એક વર્ષથી રજૂઆત છતાં કોઈ કામગીરી થઈ નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાનાં સિંધીવાડ વિસ્તારમાં જૂની વાવ તરફ આવેલા ભાગમાં રહેતાં રહીશોનાં રહેણાક મકાનને અડીને જતા ઇલેક્ટ્રિક વાયરો જાણે ક્યારેક કોઈનો ભોગ લે તેવી હાલતમાં જોવા મળે છે આ વાયરો દૂર કરવા સ્થાનિકોએ અરજી આપી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી તેમ જાણવા મળ્યું છે
સીંધિવાડ વિસ્તારમાં પાચ છ મકાનોની આગળની દીવાલો અને કેટલાકની છત પર અડીને જતા ઇલેક્ટ્રિક પોલ પરથી આવતા વાયરો તદ્દન જોખમી હાલતમાં લબડતા હોય હાલ ચોમાસામાં ભારે વરસાદમાં ત્યાં બાળકોને કરંટ લાગવાની ઘટના પણ બનતી રહી ગઈ હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું જ્યારે આ વાયરો મકાનોથી દુર લઇ જવા એક બે પોલ અન્ય જગ્યાએ ઊભા કરવા એક વર્ષથી રજૂઆત કરી હોવા છતાં વીજ કંપની આ બાબતે ધ્યાન આપતી નથી તેવા આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે તો શું કોઈનો ભોગ લેવાયા બાદ વીજ કંપની પગલાં લેશે..? તેવા સવાલ સ્થાનિકો કરી રહ્યા છે .
આ બાબતે વીજ કંપનીના ઇજનેર ડી.એ.ટંડેલ એ જણાવ્યું કે આવું તો નાં બની શકે છતાં સ્થાનિકો ને અરજી કરી હોય તો એ લઇને મોકલશો માટે હું આગળ શું કરી શકાય એ જોઈ કામગીરી કરાવીશ

(10:45 pm IST)