Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જમિયત ઉલમા ગુજરાતે શાળામાં ભારત માતા પૂજનનો વિરોધ કર્યો

જમાતે ઈસ્લામીએ પણ વિરોધ નોંધાવ્યો

અમદાવાદ ; રાજ્ય સરકારે રાજ્યની તમામ શાળામાં આજથી ભારતમાતાનું પૂજન કરવા આદેશ કર્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સરકાર પાસે માંગ કરી હતી કે રાજ્યની દરેક શાળામાં પ્રાર્થનાના સમયે ભારતમાતા પૂજન અને વ્યાખ્યાન યોજવામાં આવે. ત્યારે રાજ્ય સરકારે આ અંગે પરિપત્ર બહાર પાડીને રાજ્યની તમામ શાળાને આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે શાળાઓમાં પ્રાર્થનાના સમયે ભારતમાતા પૂજન અને વ્યાખ્યાનનું આયોજન કરવા આદેશ કર્યો છે. ત્યારે જમિયત ઉલમા ગુજરાતે ભારત માતા પૂજનનો વિરોધ કર્યો છે. તો જમાતે ઈસ્લામીએ પણ વિરોધ નોંધાવ્યો છે. 

(12:45 am IST)