Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

રાજ્યમાં 41 જેટલા નાયબ હિસાબનીશ, પેટા તિજોરી અધિકારી , નાયબ ઓડિટરની ટ્રાન્સફર : શરતોને આધીન હંગામી ધોરણે એડહોક બઢતી

ભાવનગરના પ્રદીપસિંહ ચૌહાણ,જામનગરના વીરભદ્રસિંહ ઝાલા,સુરેન્દ્રનગરના દેવેન્દ્રસિંહ ઝાલા,વેરાવળના દિનેશ બારડ,અને રાજકોટના વિરલકુમાર સાંગાણી,જૂનાગઢના મયુર કોડિયાંતરને ઓડિટર તરીકે મુકાયા

અમદાવાદ : રાજ્યના હિસાબ અને તિજોરી કચેરીના 41 જેટલા નાયબ હિસાબનીશ,પેટ તિજોરી અધિકારી,નાયબ ઓડિટરોની શરતોને આધીન હંગામી ધોરણે બઢતી અપાઈ છે જેમાં ભાવનગરના પ્રદીપસિંહ ચૌહાણને ઓડિટર તરીકે સ્થાનિક ભંડોળની કચેરીમાં મુકાયા છે,જયારે જામનગરના વીરભદ્રસિંહ ઝાલાને ઓડિટર તરીકે આર,ડી,ઝાલાના સ્થાને નિમણુંક કરાઈ છે સુરેન્દ્રનગરના દેવેન્દ્રસિંહ ઝાલાને ઓડિટર તરીકે જે,વી,વાણીયાની ખાલી જગ્યાએ મુકાયા છે વેરાવળના દિનેશ બારડને ઓડિટર તરીકે એ,એમ પારેખની ખાલી જગ્યાએ જયારે ચેતન વેકરિયાને પેટા તિજોરી અધિકારી તરીકે જેતપુર મુકાયા છે સુરેન્દ્રનગરના રણધીરસિંહ ઝાલાને હિસાબનીશ તરીકે અને રાજકોટના વિરલકુમાર સાંગાણીને ઓડિટર તરીકે નિયુક્ત કરાયા છે ભુજના દર્શના ગોરને પેટા તિજોરી અધિકારી તરીકે અને જૂનાગઢના મયુર કોડિયા તરને ઓડિટર તરીકે મુકાયા છે

(9:41 pm IST)