Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

વલસાડમાં પોલીસના વાહન ચેકીંગ સાથે માસ્ક વિતરણ

વલસાડ : કોરોનાની  મહામારી સામે પોલીસ તંત્ર લોકોની વહારે આવે એવા અનેક કિસ્સાઓ આવ્યા છે. વલસાડ એસ.પી શ્રી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનથી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના પીએસઆઈ જી.વી.ગોહિલએ   ગુંદલાવ બ્રિજ નીચે વાહન ચેકિંગ સાથે માસ્ક વિતરણ પણ કર્યુ હતું. જેથી આ પહેલને લોકોએ  આવકાર આપ્યો હતો.માત્ર દંડ  નહીં પણ પરિવારિક સમજણ આપી હતી .કોરોના રોગ કેટલો ખતરનાક છે તે વિશે પીએસઆઈ  જી.વી.ગોહીલ દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા હતા સાથે  તેમજ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. આ પહેલને લોકોએ આવકાર આપ્યો હતો.

(9:54 pm IST)