Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

આનંદો : હવે નર્મદા ડેમને 138 મીટર સુધી ભરવાની મળી મંજૂરી : આજથી અમલ ચાલુ

આ મહિને ડેમ પૂર્ણ કક્ષાએ એટલે કે 138 મીટર સુધી ભરી શકાશે

અમદાવાદ : મધ્યપ્રદેશ માં થયેલા ભારે વરસાદ અને ગુજરાત માં પડી રહેલા વરસાદ ને કારણે ડેમ માં પાણી ની આવક વધી છે.

નર્મદા ડેમનું લેવલ 132 મીટરનું જાળવી રાખવાની મર્યાદા સોમવારે રાત્રે પૂર્ણ થતાં મંગળવારથી ડેમ પૂર્ણકક્ષા સુધી ભરવાની મંજૂરી મળી છે. જેને કારણે સપ્ટેમ્બરમાં ડેમ પૂર્ણ કક્ષા એટલે કે 138 મીટર સુધી ભરાશે.

નર્મદા કંટ્રોલ ઓથોરિટીની ગાઇડલાઇન મુજબ નર્મદા ડેમમાં 31 ઓગષ્ટ સુધી 132 મીટર સુધી પાણી ભરવાની મંજૂરી છે. નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જરના જણાવ્યા પ્રમાણે સોમવારે સાંજે 5 વાગ્યા સુધીમાં ડેમની સપાટી 132.88 મીટર નોંધાઇ છે. ડેમમાં 1.25 લાખ ક્યુસેક જેટલા પાણીનો સંગ્રહ કરતા સપાટીમાં દર કલાકે 5 સે.મી. જેટલો વધારો થઇ રહ્યો છે.

(10:02 am IST)