Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

નર્મદા ડેમની સપાટી 132,93 મીટરે પહોંચી : 23 દરવાજામાંથી છોડાતું 10 લાખ ક્યૂસેકથી વધુ પાણી

ભરૂચના નીચાળવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા : નદીકાંઠાના 21 ગામોને એલર્ટ કરાયા : બંધના પટમાં 3.36 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન

નર્મદા : ઉપરવાસમાંથી પાણની આવકમાં સતત વધારો થતાં નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ નર્મદા ડેમની સપાટી 132.93 મીટરે પહોંચી ગઈ છે જેને કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. નર્મદા નદીના પાણી ભરૂચ શહેરના નીચાણવાણા વિસ્તારમાં ઘુસી જતાં લોકોમાં ફફટાડ જોવા મળ્યો હતો.

  ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો થતાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 132.93 મીટર પર પહોંચી છે. ડેમના 23 દરવાજામાંથી 10 લાખથી વધુ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી કાંઠાના 21 ગામોને કરવામાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે નર્મદા બંધના પટમાં 3.36 કરોડ યુનિટ વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.       
  ડેમમાંથી સતત છોડાઈ રહેલા પાણીના કારણે નર્મદા નદીનું જળસ્તર વધતા તકેદારીના ભાગરૂપે કુલ પાંચ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. નર્મદાના કળનારી, નવા માંડવા, માલસ સહિત પાંચ ગામમાંથી 108 લોકોને ખસેડાયા છે.

(10:07 am IST)