Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ઉત્તર ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષના સ્વાગતનો થનગનાટ : પોસ્ટરમાં મોટી ભૂલ

ભાવભર્યું આમંત્રણના સ્થાને ભાયભર્યું આમંત્રણ લખ્યું

પ્રદેશ પ્રમુખના સ્વાગત કરવાનાના અતિરેક ઉત્સાહમાંમાં જિલ્લા ભાજપે ભૂલ કરી છે. ભાવભર્યું આમંત્રણના સ્થાને ભાયભર્યું આમંત્રણ લખીને પોસ્ટરે લગાવી દેવામાં આવ્યા છે. સી આર પાટીલના સ્વાગતના પોસ્ટર સમગ્ર જિલ્લામાં લાગ્યા છે.

  ભાજપના નવનિયુક્ત ગુજરાતના પ્રવાસ યોજીને રાજ્યમાંભરમાં ભાજપના સંગઠનો ચિતાર મેળવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં સોમનાથ શરૂ કરેલો ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો પ્રવાસ મુખ્યમંત્રીના ગઢને આવરીને દલિતસમુડાયના આસ્થા કેન્દ્રગણાતા સંત સવૈયાધામ ઝાંઝરકા ખાતે પૂર્ણ થયો હતો. ત્યાર બાદ હવે ઉત્તર ગુજરાત એટલે કે પાટીદાર અને ચૌધરી નેતૃત્વના હબ ગણાતા તેમજ હાલના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના ગઢમાં યોજશે. ત્યારે ઉત્તર ગુજરાતના પ્રવાસમાં ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ 3 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના દાતાથી  અંબાજી માતાના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરશે.

(12:46 pm IST)