Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ડિપ્લોમા ઈજનેરીમાં ૪૦૧૪૫ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કર્યુ : ૧૫ હજારથી વધુ બેઠકો ખાલી રહેશે

તા.૯ સપ્ટે. પ્રોવિઝનલ મેરીટ બાદ તા. ૯ થી ૧૫ મોકરાઉન્ડ અને ચોઇસ ફીલીંગ થશે

રાજકોટ, તા. ૧ : ધો. ૧૦ બાદ ડીપ્લોમા એન્જીનિયરીંગના અભ્યાસ પ્રવેશ માટે મુદ્દત લંબાવતા વધુ ૪૩૫૦ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યુ છે. ડીપ્લોમા ઈજનેરીમાં ૫૫૯૫૦ બેઠકો માટે ૪૦૧૪૫ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. આગામી તા. ૫ સપ્ટે. મધ્યસ્થ પ્રવેશ સમિતિ દ્વારા પ્રોવિઝનલ મેરીટલીસ્ટ જાહેર કરવામાં આવશે.

ડીપ્લોમા ઈજનેરીની ૫૫૯૫૦ બેઠકો ઉપર પ્રવેશ આપવામાં આવશે. જેમાં ૮ હજાર જેટલી બેઠકો ૫૦ ટકા લેખે મેનેજમેન્ટ કવોટામાં આપવામાં આવી છે. અગાઉ ૩૫૭૮૫ બેઠકો ઉપર રજીસ્ટ્રેશન થયુ હતું. મુદ્દત વધારતા વધુ ૪૩૫૦ છાત્રોએ પ્રવેશ માટે અરજી કરી હતી. જે ગઈકાલે પૂર્ણ થતા હવે પ્રવેશનું ચિત્ર સ્પષ્ટ થયુ છે.

પ્રવેશ સમિતિ દ્વારા તા. ૯ થી ૧૫મી સુધી પ્રવેશ માટેનું મોકરાઉન્ડ ચોઈસ પ્રક્રિયા જાહેર કરવામાં આવશે. તા. ૧૮મી સપ્ટે. ફાઈનલ મેરીટ લીસ્ટ જાહેર થશે.

ડીપ્લોમા ઈજનેરીમાં ૧૫ હજારથી વધુ બેઠકો આવી રહે તેવી સ્થિતિ સર્જાઈ છે.

(3:19 pm IST)