Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ભાદરવી પૂનમે લાખો ભકતો મા અંબાનાં ઓનલાઇન દર્શન કરશે

આજે ગણપતિ બાપ્પાની વિદાય, આવતીકાલથી શ્રાધ્ધનો પ્રારંભ

અમદાવાદ તા. ૧ :.. આજે વર્ષનો ર૪પમો દિવસ. આજે અનંત ચર્તુદર્શી છે, કોરોનાકાળમાં ૧૦ દિવસથી ચાલતા ગણેશ ઉત્સવની પુર્ણાહૂતિ છે જે ગણપતિ બાપ્પાની વિદાય સાથે થઇ રહી છે ભારે હૃદયે ભકતો આજે બાપ્પાને ઘર આંગણે જ વિદાય આપી રહ્યા છે. કોરોાન સંકટને લીધે આ વખતે નદીનાં તમામ સંકટને લીધે આ વખતે નદીનાં તમામ ઓવારા પર ચુસ્ત બંદોબસ્ત સાથે મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ છે. તેથી આજે ઘેર ઘેર વિસર્જન થઇ રહ્યું છે.

આવતી કાલે ભાદરવી પૂનમનું પર્વ છે. સામાન્ય સંજોગોમાં આ દિવસે અંબાજીમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. પરંતુ આ વખતે કોરોના સંક્રમણને કારણે 'અનલોક-૩'ની ગાઇડ લાઇન મુજબ ર૭ ઓગષ્ટથી ર સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિરનાં દ્વાર ભકતો માટે બંધ છે. જેના કારણે ઇતિહાસમાં પહેલી વાર ભાદરવી પૂનમનો મેળો યોજાશે નહીં. જેથી ભકતો માતાનાં દર્શન પણ પહેલી વાર ઓનલાઇન ગર્ભગૃહનાં લાઇવ દર્શન સાથે કરશે. હાલના સંજોગોને પગલે અંબાજી મંદિરની સાથે પગપાળા સંઘલ-સેવા-કેમ્પો-શોભાયાત્રા  સહિતની પ્રવૃતિઓ પર પણ પ્રતિબંધ છે.

માઇભકતોની લાગણીને ના દુભાય તેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શન કરાવવામાં આવી રહ્યા છે. અંબાજી મંદિરની યજ્ઞશાળામાં સહસ્ત્ર નવચંડી યજ્ઞ યોજાશે. શ્રધ્ધાળુઓની સગવડ માટે યાત્રાળુઓને ઘરે  બેઠા ઓનલાઇન માતાજીનાં દર્શન-ગબ્બર દર્શન, યજ્ઞ દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. માતાજીનાં દર્શન યુ ટયુબ, ટ્વિટર અને ફેસબુકનાં માધ્યમથી કરી શકાય છે.

(3:37 pm IST)